બાલાસીનોર દોશી કોર્મસ કોલેજ ખાતે એન.એસ.એ.ના મહત્વ વિશે વ્યાખ્યાન આપ્યું

બાલાસીનોર, સી એન્ડ એસ એચ દેસાઈ આર્ટસ એન્ડ એલ.કે.એલ દોશી કોમર્સ કોલેજ બાલાસિનોર ખાતે એનએસએસ વિભાગનો અભિમુખતા કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં સી.બી.પટેલ આર્ટસ કોલેજના સાયકોલોજી વિભાગના અધ્યાપક ડોક્ટર પ્રકાશભાઈ વિછીયા દ્વારા કોલેજમાં એનએસએસનું મહત્વ વિષય ઉપર વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં બાલાસિનોર વિદ્યા મંડળ તરફથી મંડળના પ્રતિનિધિ કુંવરજીભાઈ ભરવાડ, સંસ્થાના ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર જાગૃતીબેન જોશી, સંસ્થાના બંને એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડો.એસ.એમ.ખોખર અને ડો.દિલીપકુમાર ઓડ તેમજ સંસ્થાના અધ્યાપક મિત્રો અને એનએસએસ સ્વયંસેવકો હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન ડો. ઉપેન્દ્રસિંગ ચંદેલ દ્વારા કરવામાં આવ્યું હતું.