ગરબાડા બી.આર.સી. ભવન ખાતે નિર્પૂણ ભારત અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું

ગરબાડા, વસુદેવ કુટુંબકમની થીમ હેઠળ બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ સોળે કળાએ ખીલે તે માટે સરકાર દ્વારા વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે.

બી.આર.સી.ભવન ગરબાડા ખાતે નિર્પુણ ભારત અંતર્ગત વાર્તા લેખન અને વાર્તા કથન તેમજ G20 અંતર્ગત કલા ઉત્સવ-2023માં તાલુકા કક્ષાની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકા ક્ધયા પ્રાથમિક શાળાની ધોરણ 2 વિદ્યાર્થીની મહાકાલ પ્રીન્સીબેને વાર્તા કથન સ્પર્ધામાં પ્રથમ નંબર તેમજ દવે જિંકલબેને બાળ કવિ સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરીને અગ્રેસર રહી શાળાનું ગૌરવ વધાર્યું હતું. અત્રે ઉલ્લખનીય છે કે, વસુધૈવ કુટુમ્બકમની થીમ હેઠળ બાળકોમાં રહેલી સૂસુપ્ત શક્તિઓ સોળે કળાએ ખીલી ઊઠે એ માટે સરકાર તરફથી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે, જે ખરેખર સરાહનીય બાબત છે.