કોમર્સ કોલેજ ગોધરા ખાતે 181 અભયમ યોજના વિશે માહિતી અપાઈ

ગોધરા, શ્રી સાર્વજનિક કોમર્સ કોલેજ ગોધરા ખાતે CWDC અંતર્ગત 181 અભયમની ટીમ દ્વારા કોલેજની વિદ્યાર્થીનીઓને 181 એપની માહિતી આપવામાં આવી હતી. આ એપ મહિલાઓ માટે, બહેનો માટે ખૂબ જ ઉપયોગી માહિતી એપ છે, જે 24 કલાક ચાલુ રહે છે. 81 ની અભયમ ટીમ બહેનોને તેમના પ્રશ્નો અંગે સલાહ આપવાનું કાર્ય કરે છે, એટલું જ નહીં પરંતુ કોઈ પણ અન્ય બહેન માટે પણ તેઓ મદદરૂપ થવા માટેની કામગીરી કરે છે. કોઈપણ વિદ્યાર્થીની બીજી કોઈ વિદ્યાર્થીની વતી કે કોઈપણ મહિલા વતી ફરિયાદ કરી શકે છે. જેનું નામ ગુપ્ત રાખવામાં આવે છે.

આ કાર્યક્રમમાં ગોધરાની 181 અભયમ ટીમ ઉપસ્થિત રહી હતી અને ઉપસ્થિત બહેનોને ખૂબ ઉપયોગી માહિતી પૂરી પાડી હતી. કાર્યક્રમનું આયોજન અને સંચાલન ડો. અરૂણસિંહ સોલંકીએ કર્યું હતું. જ્યારે આભારવિધિ સી.ડબ્લ્યુ.ડી.સી.ના ક્ધવીનર ડો.સ્નેહાબેન વ્યાસ દ્વારા કરવામાં આવી હતી.