ગોધરા પોસ્ટ ઓફિસ બહાર લગાવેલ જનરેટર માંથી 41,800/-ના મુદ્દામાલની ચોરી કરતાં ચોર ઈસમો

ગોધરા : ગોધરા શહેર પોસ્ટ ઓફિસના બહાર આવેલ જનરેટર માંથી કોઈ ચોર ઈસમો દ્વારા 41,800/-રૂપીયાના મુદ્દામાલની ચોરી કરી જતાં આ બાબતે બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા શહેર પોસ્ટ ઓફિસના બહારના ભાગે જનરેટર લગાવેલ હોય આ જનરેટરમાં લગાવેલ વસ્તુઓની ચોર ઈસમો દ્વારા ચોરી કરી ગયેલ હોય જનરેટર માંથી બેટરી, ર્સ્ટાટર, ઓલ્ટરનેટર, હાર્નીસ વાઈરીંગ સેટ, પેનલ બોર્ડ, એવીઆર કાર્ડ તેમજ એમસીવી પોલ મળી કિંમત 41,800/-રૂપીયાના મુદ્દામાલની ચોરી કર્યાની ફરિયાદ ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે નોંધાવા પામી છે.