બાલાસીનોર, બાલાસીનોર પોલીસ મથકે આરોપી સગીર વયની યુવતિને લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઈરાદે ભગાડી ગયેલ હોય ફરિયાદના આધારે આરોપીની કરેલ ડીટેઈલના આધારે ગોંડલ ખાતેથી પોલીસે ઝડપી પાડી છે.
પ્રાપ્ત વિગતો મુજબ બાલાસીનોર પોલીસ મથકે આરોપી વિષ્ણુભાઈ કિશનભાઈ ગોરવા(રહે. ઠાસરા, નવી નગરી, ખેડા) સગીરી વયની યુવતિને લગ્નના ઈરાદે પટાવી ફોસલાવી ભગાડી ગયેલ હોય બાલાસીનોર પોલીસે આરોપીની કોલ ડીટેઇલ તેમજ ટેકનીકલ એનાલીસીસના આધારે આરોપી વિષ્ણુભાઇ ગોરવા હાલ રાજકોટ ગોંડલ ખાતે હોવાનું જણાઇ આવતાં બાલાસીનોર પોલીસે ગોડલ ખાતેથી ઝડપી પાડવામાં આવ્ય અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.ે.