ઘોઘંબાના લાલપુરી અંતરીયાળ વિસ્તારમાંથી મામા-ફોઈની બે છોકરીઓએ ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યાં ઘોઘંબા ઝોનની વષૉબેન રયજીભાઈ રાઠવા પોતાના ઘરેથી કંપનીમાં ફોમ ભરવાનું જણાવી ૩૦ એપ્રિલ નાં રોજ તેની ફોઈના ઘરે જવા નિકળી હતી.એરાલ તેની ફોઈના ઘરેથી સજનસ્નેહીને ત્યાં રાત્રીના લગ્ન પ્રસંગમાં ગયાં હતાં.
ગત રાત્રીએ ફોઈની દિકરી સોનલ(પિનલ) અરવીંદભાઈ રાઠવા સાથે મામા-ફોઈની બંને દિકરીઓ પરીવાર ને જણાવ્યા વિના લગ્ન માથી નિકળી ગઈ હતી.રાત્રે બંને દિકરીઓ ઘરે પરત ના ફરતાં ઘર પરીવાર એ તપાસ કરતાં એરાલ-કોતરની સામેના ભાફોગે આવેલ ઘોઘંબા ના લાલપરીગામના અંતરીયાળ આવેલ અવાવરૂ ઝાડના એક વૃક્ષ પરની ઉંચાઈ પર ગળે ફાંસો ખાધેલ હાલતમાં મામા ફોઈ ની બંને દિકરીઓ ના મૃતદેહ મળી આવતાં રાજગઢ પોલીસે તપાસનો દોર હાથ પર લીધો હતો. વષૉના પિતાએ જણાવ્યુ હતુ કે તેમની પુત્રી વિકલાંગ હતી.
રિપોર્ટર : યોગેશ કનોજીયા