કચ્છમાં મુન્દ્રાના સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં ૧૦૦ કરોડના દાણચોરી રેકેટ

ભુજ, કચ્છમાં મુન્દ્રાના સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં 100 કરોડના દાણચોરી રેકેટમાં DRIએ માસ્ટરમાઇન્ડને ઝડપી પાડ્યા છે. અમદાવાદ DRIએ દાણચોરી રેકેટના ત્રણ માસ્ટર માઈન્ડની ધરપકડ કરી છે. જો કે DRI દ્રારા નામ જાહેર કરવામાં આવ્યા નથી.

સિગારેટ, બ્રાન્ડેડ મોબાઈલ એસેસરીઝ, પ્રીમિયમ બ્રાન્ડેડ શૂઝ, બેગ, પરફ્યુમ અને ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓની દાણચોરી થઈ રહી હતી. ભારતીય કસ્ટમ્સ એક્ટ, 1962ની જોગવાઈઓ હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી. ભારતીય કસ્ટમ્સમાંથી કન્સાઈનમેન્ટની ક્લિયરન્સમાં મદદ કરવાનો પ્રયાસ કરનારા વચેટિયાઓની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી. DRI દ્વારા જાન્યુઆરીમાં 100 કરોડનો દાણચોરીનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

ડીઆરઆઈએ આ કેસમાં જાન્યુઆરી 2023માં 100 કરોડનો સામાન જપ્ત કરી લીધો હતો, જેમાં ઈ-સિગારેટ, બ્રાન્ડેડ મોબાઈલ એસેસરીઝ, પ્રીમિયમ બ્રાન્ડેડ શૂઝ, બેગ, પરફ્યુમ અને ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓનો સમાવેશ થાય છે. વધુમાં, ભારતીય કસ્ટમ્સમાંથી કન્સાઈનમેન્ટની ક્લિયરન્સમાં કાર્ટેલને મદદ કરવાનો પ્રયાસ કરનારા વચેટિયાઓની અગાઉ ધરપકડ કરવામાં આવી છે. ત્રણેય સૂત્રધારોએ આ દાણચોરીની પ્રવૃત્તિમાં તેમની સક્રિય ભૂમિકા સ્વીકારી છે. ભારતીય કસ્ટમ્સ એક્ટ, 1962ની જોગવાઈઓ હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી છે. વધુ તપાસ ચાલુ છે.

આ કેસમાં ડીઆરઆઈની સફળતા સામે આવી છે. દાણચોરીના જોખમ સામે લડવાની તેની પ્રતિબદ્ધતાનો પુરાવો છે, DRI દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવા કાવતરા ખોરોની મોડસનો પર્દાફાશ કરીને અને માસ્ટરમાઇન્ડ્સને પકડીને DRI દાણચોરી કરતી સિન્ડિકેટ સામે કાર્યવાહી કરવાનું ચાલુ રાખશે અને કાયદાનો અસરકારક રીતે અમલ થાય તેની ખાતરી કરશે.