આણંદમાં કાર અને બાઇક વચ્ચે અકસ્મતાની ઘટના સામે આવી છે. આ ગમખ્વાર અકસ્માતમાં બાઇકચાલકનું મોત નિપજ્યું છે. ખંભાતના બામણવા પાસે અકસ્માત થયો હતો. બાઈક ચાલકે ટર્ન લેતાં પૂર ઝડપે આવતી કારે ટક્કર મારી હતી. જ્યારે આ ગમખ્વાર અકસ્માત CCTVમાં કેદ થયો છે. અકસ્માતને પગલે ખંભાત ગ્રામ્ય પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
ખંભાતનાં બામણવા પાસે કારની ટક્કરે બાઈકચાલકનું મોત નિપજ્યું છે. મુખ્ય માર્ગ પર બાઇક સવારે ટર્ન લેતાં અકસ્માત સર્જાયો હતો. સીધી જતી કારની અડફેટે બાઈક આવી જતાં બાઇકચાલકનું મોત નિપજ્યું છે. જ્યારે અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. મૃતક બાઈકચાલક બામણવા ગામનો હોવાનું સામે આવ્યું છે. કાર ચાલક ઉંદેલ ગામનો હોવાની ઓળખ થઇ છે. જ્યારે ખંભાત ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બીજી બાજુ, ભાવનગરના પાલિતાણાના નાનીમાળ નજીક અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં આઈસર પલટી ગયું હતું. આઈસર પલટી જતાં 15 લોકો ઈજાગ્રસ્ત થયા છે. પરિવાર શુભ પ્રસંગ માટે જઈ રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘાયલ તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જ્યારે અકસ્માત કેવી રીતે સર્જાયો તેની જાણકારી મળી નથી.