ગોધરા સિવિલ હોસ્પિટલમાંં આરટીપીસીઆર ટેસ્ટની લેબ શરૂ કરાઈ

ગોધરા,
પંચમહાલ જીલ્લામાં કોરોના આરટીપીસીઆર ટેસ્ટની લેબ ગોધરા સિવિલ હોસ્પિટલમાં શરૂ કરવામાં આવી છે. શહેરામાં આરટીપીસીઆર ટેસ્ટ માટે લેબ શરૂ થતાં ટેસ્ટ ઝડપી રીતે થશે.

પંચમહાલ જીલ્લામાં કોરોના દર્દીઓના આરટીપીસીઆર ટેસ્ટ માટે દર્દીના સેમ્પલ લઈને અમદાવાદ ખાતે મોકલવા પડતા હતા. જેને લઈ આરટીપીસીઆર ટેસ્ટના રિપોર્ટ જલ્દી મળતો ન હોવાને કોરોના દર્દીઓની સારવારમાં સમય લાગતોં હતો. ત્યારે હવે ગોધરા સરકારી સિવિલ હોસ્પિટલમાં આરટીપીસીઆર ટેસ્ટ માટેની લેબ શરૂ કરવામાં આવી છે. હવે જીલ્લામાં ઘર આંગણે આરટીપીસીઆર ટેસ્ટે માટેની લેબ શરૂ થતાં ટેસ્ટના રિપોર્ટ ઝડપી મળી રહેશે. જીલ્લાવાસીઓ માટે સારી સગવડ ઉભી થતાં રાહત મળશે.