હાલોલ તાજપુર કોવિડ હોસ્પિટલ ખાતે આગની ધટના માટે મોકડ્રીલનુ આયોજન કરાયું

હાલોલ,
પંચમહાલ જીલ્લા વહીવટી તંત્ર એ ભરૂચ કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની ધટના એકશનમાં આવ્યું હતું. અને હાલોલના તાજપુરા ખાતે આવેલ કોવિડ હોસ્પિટલમાં આગની ધટનાનું મોકડ્રીલ કરવામાં આવ્યું અને સ્ટાફને આગ જેવી ધટનામાં શું કરવું તેની જાણકારી પુરી પાડવામાં આવી હતી.

ભરૂચ કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની ગોઝારી ધટના બની છે. જેને લઈ પંચમહાલ જીલ્લાનું તંત્ર પણ એકશનમાં આવ્યું છે. કોવિડ હોસ્પિટલમાં આકસ્મિક આગ જેવા ધટનામાં સ્ટાફ દ્વારા દર્દીઓને બચાવવા માટે શું કરવું જોઈએ તેની જાણકારી માટે મોકડ્રીલનું આયોજન તાજપુરા કોવિડ હોસ્પિટલમાં આગની ધટનામાં હોસ્પિટલની મેડીકલ સ્ટાફ અને પેરામેડીકલ સ્ટાફને કેવા પ્રકારની સાવચેતી રાખવી તેના માટે માહિતગાર કરવામાં આવ્યા. હોસ્પિટલમાં ફાયર એસ્ટિયગ્યુસરનો ઉપયોગ કેવી રીતે કરવો તેના માટે સુચનો કરવામાં આવ્યા હતા. સાથે આગની ધટનામાં દર્દીઓને સલામત સ્થળે ખસેડવા માટેની પણ માહિતી આપવામાં આવી.