- રોહિંગ્યાઓની ૨૦૦ ઝૂંપડપટ્ટી જમીન પર વસ્ત કરવામાં આવી હતી
ચંડીગઢ, હરિયાણાના નૂહમાં હિંસાને કારણે વાતાવરણમાં તણાવ છે. આ દરમિયાન જિલ્લા પ્રશાસને ફરી એકવાર ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી દીધું છે. શનિવારે અહીં જીૐદ્ભસ્ સરકારી મેડિકલ કોલેજ પાસે ગેરકાયદેસર દુકાનો તોડી પાડવામાં આવી છે. આ સાથે ગેરકાયદે અતિક્રમણ પણ ખાલી કરાવવામાં આવ્યું છે. શનિવારે સવારે, નૂહ વહીવટીતંત્રની ટીમ નલહર મંદિરના માર્ગ પર સ્થિત હોસ્પિટલની સામે પહોંચી અને ત્યાં ગેરકાયદેસર અતિક્રમણ દૂર કરવાનું કામ શરૂ કર્યું. શહેરમાં બુલડોઝરની સતત કાર્યવાહીના કારણે ગેરકાયદે બાંધકામ કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.
મળતી માહિતી મુજબ, આ કાર્યવાહી ડિસ્ટ્રિક્ટ ટાઉન પ્લાનર દ્વારા કરવામાં આવી રહી છે. ૪૦ જેટલી દુકાનો ગેરકાયદેસર છે, તેને તોડી પાડવામાં આવી રહી છે. આ એ જ જગ્યા છે જ્યાં ૩૧ જુલાઈએ હિંસા ફાટી નીકળ્યા બાદ વાહનો
સળગાવવામાં આવ્યા હતા અને પથ્થરમારો થયો હતો. નાઈ ગાંવ, સિંગર, બિસરુ, ડુડોલી પિંગવા, ફિરજોપુરમાં શનિવારે નુહમાં પણ બુલડોઝર દોડશે. પ્રશાસન સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે અહીં ગેરકાયદે અતિક્રમણ હટાવવામાં આવશે.
નૂહના એસડીએમ અશ્ર્વિની કુમારે જણાવ્યું કે સીએમના આદેશ પર કાર્યવાહી કરવામાં આવી છે. બધું ગેરકાયદે બાંધકામ છે. આ લોકો પણ રમખાણોમાં સામેલ હતા, તેથી સીએમના આદેશ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. સ્થળ પર હાજર અધિકારીઓના જણાવ્યા મુજબ ગેરકાયદેસર કબજાની જમીન ખાલી કરાવવામાં આવી રહી છે. આ પહેલા શુક્રવારે સ્થાનિક વહીવટીતંત્રે ચાર જગ્યાએ બુલડોઝર ચલાવીને ગેરકાયદે બાંધકામો દૂર કર્યા હતા. ગુરુવારે નુહના તાવડુમાં બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
પોલીસે તાવડુ રોહિંગ્યાઓના ગેરકાયદે કબજા અને ગેરકાયદે ઘૂસણખોરો પર બુલડોઝર ચલાવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આ રોહિંગ્યાઓએ હરિયાણા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની જમીન પર ગેરકાયદે કબજો જમાવ્યો હતો. પોલીસે બુલડોઝર વડે ૨૦૦થી વધુ ઝૂંપડપટ્ટીઓ તોડી પાડી હતી. બુલડોઝરની કાર્યવાહી લગભગ ૪ કલાક સુધી ચાલી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ ઝૂંપડપટ્ટીમાં બાંગ્લાદેશના ઘણા લોકો ગેરકાયદેસર રીતે રહે છે. આમાંના ઘણા લોકો હિંસામાં સામેલ હતા.
જણાવી દઈએ કે ૩૧ જુલાઈએ હરિયાણાના નૂહ-મેવાતમાં બ્રિજ મંડળ યાત્રા કાઢવામાં આવી હતી. આ દરમિયાન યાત્રા પર પથ્થરમારો થયો હતો. જોત જોતામાં આ વિવાદ બે સમુદાયો વચ્ચે હિંસામાં ફેરવાઈ ગયો. સેંકડો કારને આગ ચાંપવામાં આવી હતી. સાયબર પોલીસ સ્ટેશન પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. હિંસામાં ૨ હોમગાર્ડ સહિત ૬ લોકોના મોત થયા હતા. પોલીસે હિંસાના આરોપીઓ સામે કાર્યવાહી તેજ કરી છે.
નૂહ સિવાય ફરીદાબાદમાં ૩, ગુરુગ્રામમાં ૨૩, પલવલમાં ૧૮, રેવાડીમાં ૩ એફઆઈઆર નોંધવામાં આવી છે. પોલીસે સોશિયલ મીડિયા પર સર્ક્યુલેટ થયેલા ૨૩૦૦ વીડિયોની ઓળખ કરી છે. પોલીસનું માનવું છે કે આ વીડિયોએ હિંસા ભડકાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. નૂહ હિંસાના મામલામાં અધિકારીઓની પડતી શરૂ થઈ ગઈ છે. અન્ય આઇએએસ અધિકારીની બદલી કરવામાં આવી છે. નુહના ડેપ્યુટી કમિશનર પ્રશાંત પવારની બદલી કરવામાં આવી છે. હવે ધીરેન્દ્ર ખડગતા નૂહના નવા ડેપ્યુટી કમિશનર હશે.