સુરતમાંથી ઝડપાયું નકલી આરસી બુક બનાવવાનું કૌભાંડ, છ લોકોની ધરપકડ.

સુરત,
શહેરમાંથી વધુ એક ગુનાખોરીના મોટા નેટવર્કનો પર્દાફાસ થયો છે. આ પર્દાફાશ ખુદ પોલીસે કર્યો છે. શહેરમાં નકલી આરસી બુક બનાવીને બાઇકો વેચનારી ટોળકીને ઉતરાણ પોલીસે ચેકિંગ દરમિયાન ઝડપી પાડી હતી. પોલીસે આ કેસમાં કુલ ૬ આરોપીઓની ધરપકડ કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે, સુરતમાંથી નકલી આરસી બુક બનાવી આપવાનું કૌભાંડ પોલીસે ઝડપી પાડ્યુ છે. ઉતરાણ પોલીસ વાહન ચેકિંગની કામગીરી કરી રહી હતી તે દરમિયાન પોલીસે નકલી ઇઝ્ર બૂક બનાવી આપીને બાઇકો વેચવાનું કૌભાંડ યાને આવ્યુ હતુ, પોલીસે તાત્કાલિક એક્શન લેતા આ સમગ્ર મામલામાં એક સગીર સહિત કુલ છ લોકોને ઝડપી પાડ્યા હતા. પોલીસે ઉત્રાણ વિસ્તારમાં વીઆઇપી રોડ પાસેથી ચોરીની મોટરસાઇકલ સાથે ફિરોઝખાન પઠાણને પકડી પાડી તેની પૂછપરછ કરતા તેમની પાસેથી બાઇકના ડોક્યુમેન્ટસ મેળવી ચકાસણી કરવામાં આવી હતી. પોલીસે ખાતરી હતી કે આ બાઈક ચોરીની જ છે.

જેથી અગાઉ થયેલ બાઈક ચોરીની ફરિયાદના આધારે બાઈકના મૂળ માલિકને બોલાવતા તેમણે બાઈકની અસલી આરસી બૂક બતાવતા પોલીસ ચોંકી ઉઠી હતી. જેથી પોલીસે આરોપીની ઉંડાણપૂર્વક તપાસ કરતાં એક ૧૫ વર્ષના કિશોરે મોજશોખ કરવા માટે આ બાઇક ઉત્રાણ એન્જલ સ્કવેરમાંથી ચોરી હોવાનું ખૂલ્યું હતું. ત્યાર બાદ ગાડી લે-વેચનું કામ કરતાં વસીમને આ મોટરસાઇકલ વેચી દેવામાં આવી હતી. ફિરોઝખાને આ બાઇક વસીમ પાસેથી ખરીદી હતી. ફિરોઝખાને જય ઉર્ફે જીમી અને નોપારામ પઢિયાર પાસેથી આ બાઇકની ડુપ્લિકેટ આરસી બુક બનાવી હતી.

આ તપાસમાં પોલીસે આરોપીઓ પાસેથી ડીવીડી સહિત કુલ ૧ લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો. જોકે, ઉતરાણ પોલીસે આ કેસ અંગે સઘન તપાસ શરૂ કરી ત્યારે આ સમગ્ર કૌભાંડનો માસ્ટર માઇન્ડ અને નકલી આરસી બુક બનાવી આપનાર એજન્ટ હિતેશ ખુદસકર ફરાર થઇ ગયો હતો.

પોલીસે વસીમ મહંમદ પટેલ, જય ઉર્ફે જિમી અછરા, નોપારામ ખીમચંદ્ર પઢીયાર, કપિલ ઇશ્ર્વરલાલ કાપડિયા અને અમીરસ ઉર્ફે અજય ચંદ્રકાંતની ધરપકડ કરી હતી. આરોપીઓ ઇઝ્ર બુકમાં ર્ઇ્ંમાં હોય તે પ્રકારે જ સિક્કો મારી નકલી આરસી બુક બનાવી દેતા હતા જેથી સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.આ તપાસમાં પોલીસે આરોપીઓ પાસેથી ડીવીડી સહિત કુલ ૧ લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો.

Don`t copy text!