ઈરાનમાં હિજાબ કાયદો વધુ કડક બનશે: ૧૦ વર્ષની જેલ; કસ્ટડીમાં માર્યા ગયેલા મહેસાની પુણ્યતિથિ પર નવું બિલ.

તેહરાન
ગત વર્ષે ઈરાનમાં મહસા અમીની નામની મહિલાને યોગ્ય રીતે હિજાબ ન પહેરવા બદલ મોરલ પોલીસે ધરપકડ કરી હતી. આ પછી, દેશમાં મોટા પાયે હિજાબ પ્રદર્શનો શરૂ થયા. ૧૬ સપ્ટેમ્બરે મહેસાના મૃત્યુને એક વર્ષ પૂર્ણ થશે. આ અવસર પર ઈરાનની સરકાર હિજાબને લઈને વધુ કડક નિયમો બનાવવાની તૈયારી કરી રહી છે.

નવા બિલમાં હિજાબ ન પહેરનારાઓની મહત્તમ સજા ૨ મહિનાથી વધારીને ૧૦ વર્ષ થશે. આ સિવાય હિજાબ ન પહેરતી મહિલાઓને ટ્રેક કરવા માટે છૈંની મદદ પણ લેવામાં આવશે. હાલમાં મહત્તમ દંડ ૧,૦૦૦ રૂપિયા છે, જેને વધારીને ૭૦,૦૦૦ રૂપિયા કરવામાં આવી રહ્યો છે.કાયદાનો ભંગ કરનાર વેપારીને તેની ૩ મહિનાની કમાણી જેટલો દંડ અથવા દેશમાંથી હાંકી કાઢવામાં આવી શકે છે. હિજાબ કાયદાનો વિરોધ કરવા પર, સેલિબ્રિટીની સંપત્તિનો ૧૦મો ભાગ દંડ તરીકે વસૂલ કરી શકાય છે. તેના આંતરરાષ્ટ્રીય પ્રવાસ પર પ્રતિબંધની જોગવાઈ પણ હશે. નવું બિલ બોર્ડ ઓફ ગવર્નર્સને સુપરત કરવામાં આવ્યું છે અને હવે તેને સંસદમાં રજૂ કરવામાં આવશે.એવું માનવામાં આવે છે કે તે પણ સરળતાથી પસાર થશે. સંસદમાં પસાર થયા બાદ આ બિલ ૧૨ સભ્યોની ગાડયન કાઉન્સિલમાં જશે. આ કાઉન્સિલની જવાબદારી એ જોવાની છે કે બિલ ઇસ્લામ અને ઈરાનના બંધારણ મુજબ યોગ્ય છે.

ગાડયન કાઉન્સિલ દ્વારા પાસ થયા બાદ જ તેનો અમલ થઈ શકશે.ઈરાનમાં હિજાબ લાંબા સમયથી વિવાદનો મુદ્દો રહ્યો છે. ૧૯૩૬માં નેતા રેઝા શાહના શાસનમાં મહિલાઓ સ્વતંત્ર હતી. શાહના ઉત્તરાધિકારીઓએ પણ ીઓને મુક્ત રાખ્યા હતા, પરંતુ ૧૯૭૯ની ઇસ્લામિક ક્રાંતિએ છેલ્લા શાહને ઉથલાવી દીધા પછી, ૧૯૮૩માં હિજાબ ફરજિયાત બન્યો.ઈરાન પરંપરાગત રીતે તેના ઈસ્લામિક પીનલ કોડની કલમ ૩૬૮ને તેના હિજાબ કાયદા તરીકે માને છે. આ મુજબ ડ્રેસ કોડનું ઉલ્લંઘન કરનારને ૧૦ દિવસથી બે મહિનાની જેલ અથવા ૫૦ હજારથી ૫ લાખ ઈરાની રિયાલ સુધીનો દંડ થઈ શકે છે.

ગયા વર્ષે મહસાના મૃત્યુ બાદથી ઈરાનમાં હિજાબ વિરોધી અને પછી સરકાર વિરોધી ચળવળો ચાલી રહી છે. હકીક્તમાં, ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૨ ના રોજ, ૨૨ વર્ષીય મહસા અમીનીનું પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થયું હતું. ઈરાનની મોરાલિટી પોલીસે ૩ દિવસ પહેલા મહેસાને યોગ્ય રીતે હિજાબ ન પહેરવા બદલ ધરપકડ કરી હતી. આ દરમિયાન પોલીસે તેના પર હુમલો કર્યો, જેના કારણે મહસા કોમામાં ચાલી ગઈ અને પછી તેનું મોત થઈ ગયું.આ પહેલા ફેબ્રુઆરીના અંતમાં ઈરાનમાં વિદ્યાથનીઓને અભ્યાસ ન કરવા માટે ઝેરી દવા પીવડાવવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. આ વાતનો ખુલાસો નાયબ સ્વાસ્થ્ય મંત્રી યુનુસ પનાહીએ કર્યો હતો. તેમણે કહ્યું હતું – નવેમ્બર ૨૦૨૨ થી, ઘોમ શહેરમાં શ્ર્વસન ઝેરના સેંકડો કેસ નોંધાયા છે. શાળાઓમાં પાણી પ્રદુષિત થઈ રહ્યું છે જેના કારણે વિદ્યાર્થીનીઓને શ્ર્વાસ લેવામાં તકલીફ પડી રહી છે.