ઇસ્લામાબાદ,
અંજુ અને નસરુલ્લાહ હવે તેમના લગ્ન વિશે ખુલ્લેઆમ સ્વીકારી રહ્યાં છે. નસરુલ્લાએ તો ત્યાં સુધી કહ્યું કે તેણે તેના પરિવારને કહ્યું હતું કે તેના અને અંજુના સંબંધો વચ્ચે કોઈ ન આવે. અંજુએ તેની સાસુ અને નસરુલ્લાની માતાના પણ વખાણ કર્યા હતા. પાકિસ્તાન મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં અંજુએ કહ્યું કે ગમે તે થાય, તે તેના બાળકોને પાકિસ્તાન લાવશે. તેણે એમ પણ કહ્યું કે તેના સિવાય અન્ય કોઈ તેના બાળકોની સંભાળ રાખી શક્તું નથી અને બીજું કોઈ તેમનો સારી રીતે ઉછેર કરી શક્તું નથી.
અંજુના પતિ અરવિંદની પ્રતિક્રિયા લીધી છે. અંજુના પતિ અરવિંદનું કહેવું છે કે અંજુ પહેલા ભારત તો આવે. બાળક લેવાની વાત ત્યારે આવશે, જેને પૈસાનો લોભ છે તે પૈસા જોશે કે બાળક જોશે. બાળકો કહેશે કે તેઓ મારી સાથે જ રહેવા માગે છે, દાદી, કાકી, પાસે રહેશે તો અંજુ શું કરી શકશે?
અરવિંદે કહ્યું કે બાળકોએ ના પાડી દીધી કે તેઓ તેમની પાસે નહીં જાય. તેમની માતા અંજુ તેના માટે મૃત્યુ પામી છે. બાળકો સંભાળવા માટે ઘણા લોકો છે. અગાઉ પણ જ્યારે તે જતી હતી ત્યારે હું તેનું યાન રાખતો હતો. તેને બાળકની જરૂર નથી, તેને લેટની જરૂર છે, તેને મોંઘી ભેટની જરૂર છે. પહેલા મોટી છોકરી ના પાડી રહી હતી, તેને ડર છે કે પાકિસ્તાન જઈને તેને વેચી ન દે.
અરવિંદે કહ્યું કે અંજુના કારણે દરેકને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, તે ત્યાં મસ્તી કરી રહી છે પરંતુ અમે અહીં ખૂબ જ પરેશાન છીએ. તેના કારણે આખો પરિવાર વેરવિખેર થઈ ગયો છે, દરેકને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હું નોકરી પર જઈ શક્તો નથી, હું ફક્ત ઘરે જ છું. અંજુ અને નસરુલ્લામાં ભારત આવવાની હિંમત નથી, જો તેમનામાં હિંમત હોય તો તેઓ ભારત આવીને બતાવે. હું કોઈપણ પ્રકારની લડાઈ લડવા તૈયાર છું, આખું ભારત મને સાથ આપવા તૈયાર છે. હું મારા બાળકો માટે દરેક લડાઈ લડીશ પણ કોઈને આપીશ નહીં.