મુંબઈ,
આખાબોલી અભિનેત્રી કંગના રનૌત વારંવાર વિવાદોમાં આવતી રહેતી હોય છે. એક યા બીજા વિવાદમાં ઘેરાયેલી રહે છે તેણે સોશ્યલ મીડિયામાં પદાર્પણ કર્યું છે ત્યારથી તે અવિરતપણે અખબારો- સામયિકોના મથાળાં સર કરતી રહી છે. તાજેતરમાં કંગના જાતિ આધારિત આરક્ષણ અને ઓળખ બાબતે લેખક દિલીપ મંડલ સાથે શાબ્દિક યુધ્ધમાં ઉતરી હતી. ઈસાબેલ વિલ્કર્સનના પુસ્તક ‘કાસ્ટ: ધ ઓરિજિન્સ ઓફ અવર ડિસ્કન્ટેન્ટ્સ પર દિલીપ મંડલે લખેલા એક લેખની ટીકા કરતા કંગનાએ કહૃાું હતું કે ‘આધુનિક ભારતીયોએ જાતિ આધારિત પ્રથાને જાકારો આપ્યો છે, નાના શહેરોમાં રહેતાં લોકો તેને નથી સ્વીકારતા, આ પ્રથા કેટલાંક લોકો માટે મોજની બાબત છે, માત્ર આપણા બંધારણે આ પ્રથા જાળવી રાખી છે, ચાલો આપણે તેનાથી દુર થઈએ, તેના વિશે વાત કરીએ. કંગનાની આ ટીકાના જવાબમાં દિલીપ મંડલે તેને પૂછયું હતું કે તે પોતાને આધુનિક ભારતીય ગણાવે છે કે માત્ર રાજપૂત.શું તેણે તેમનો લેખ ખરેખર વાંચ્યો છે? આના જવાબમાં કંગનાએ તેમને કહૃાું હતું કે હિન્દૃુત્વમાં જાતિ તમારો ગુણ હોવો જોઈએ, તમારી ઓળખ નહીં, મારો મિજાજ લડાયક છે, હું ભારે દબાણ હેઠળ પણ હળવી રહી શકું છું, મારામાં નેતૃત્વના ગુણો છે તેથી હું મને ક્ષત્રિય માનું છે. પરંતુ મારા કુટુંબમાં બધાને આવું નથી લાગતું. મારા મતે હું માત્ર ભારતીય છું અને એજ મારી ઓળખ છે. આ વિવાદ થયાના બીજા જ દિૃવસે દિલીપ મંડલનું અકાઉન્ટ માઈક્રો- બ્લોિંગગ સાઈટ પરથી ગાયબ થઈ ગયું અને ‘કંગનાનું પદ્મશ્રી પાછું લો ટ્રેન્ડ થવા લાગ્યું. નેટિઝન્સ અભિનેત્રીને ‘કોમવાદી ગણાવા લાગ્યાં.
એક નેટિઝને લખ્યું હતું કે કોઈ એવી જાતિ પ્રથાને શી રીતે સમર્થન આપી શકે જે લોકો વચ્ચે દરાર પાડતી હોય અને તેમના જન્મના આધારે તેમની સાથે ભેદભાવ કરતી હોય. જે કંગના દેશમાં ભાગલાં પાડી રહી છે તે પદ્મશ્રીની હકદાર ન હોઈ શકે. જ્યારે અન્ય એક નેટિઝને લખ્યું હતું કે પછાત જાતિના રાષ્ટ્રપતિ મેળવવા સહેલા નથી. પરંતુ આપણને તે મળ્યાં છે તો અમે એવી આશ રાખીએ છીએ કે તેઓ પછાત અને અન્ય પછાત વર્ગ માટે કાંઈક કરે. કંગનાની ટુકડીએ અમારામાં ફૂટ પાડવાનો પ્રયાસ કર્યો છે. તેથી પછાત અને અન્ય પછાત વર્ગના હકોની તરફેણમાં કંગના સામે તાત્કાલિક પગલાં લેવા જોઈએ.