કોરોના સંકટની આ ઘડીમાં સોનુ સૂદે હજારો લોકોને મદદ કરી ચુક્યા છે. જોકે ઘણી વાર તેમના માટે આ સફર સરળ નથી હોતી. કોરોના રોગચાળાથી જે હાલત છે, જેના લીધે ઓક્સિજન સિલિન્ડરથી લઈને બેડ અને દવાઓ સુધીની દરેક વસ્તુની અછત છે. આ વાત સોનુએ પોતે ટ્વીટ કરીને કહી ચુક્યા છે. આ બધું હોવા છતાં તેઓ હિંમત નથી હારતા અને જરૂરિયાતવાળા લોકોને મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ચીનને કરી હતી ફરિયાદ
સોનુ સૂદે ગતરોજ એક ટ્વીટમાં કહ્યું હતું કે ચીનથી સેંકડો ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સને ભારત લાવવાના છે, પરંતુ ચીને તેને અવરોધિત કરી દીધા છે. તેમણે કહ્યું કે લોકોનું જીવન ખત્મ થઈ રહ્યું છે અને આ સારુ નથી. પોતાના ટ્વીટમાં સોનુ સૂદે લખ્યું છે કે ‘અમે લોકો પ્રયાસ કરી રહ્યા છીએ સેંકડો ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ ભારતમાં લાવવામાં આવે.
દુ:ખની વાત એ છે કે ચીને આપણો ઘણો માલસામાન અવરોધિત કરી દીધો છે અને અહીંયા ભારતમાં દર મિનિટે જિંદગી ખત્મ થઈ રહી છે. હું @China_Amb_India @MFA_China ને વિનંતી કરું છું કે અમારો માલસામાન માટેનો રસ્તો સાફ કરવામાં અમારી મદદ કરે જેથી અમે લોકોનું જીવન બચાવી શકીએ. ‘ સોનુ સૂદે આ ટ્વીટ સાથે ભારતમાં ચીનના રાજદૂત અને ચીનના દેશના મંત્રાલયને ટેગ કર્યા છે.