રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક માં ૧૨,૯૭૮ કેસ નોધાયા

રાજ્યમાં કોરોના કેસ હવે દિવસેને દિવસે ઘટતા જોવા મળી રહ્યા છે જે આપણા માટે રાહત ના સમાચાર છે . છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 12,978 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાને કારણે 153 લોકોના મૃત્યુ થયા છે. તો છેલ્લા 24 કલાકમાં કોરોનાને માત આપી 11,146 લોકો સાજા થયા છે. નવા કેસની સાથે રાજ્યમાં કુલ સંક્રમિત કેસ 5,94,602 છે. રાજ્યમાં કુલ એક્ટીવ કેસની સંખ્યા 1,46,818 છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 4683, સુરત શહેરમાં 1494, વડોદરા શહેર 523, ભાવનગર શહેર 436, રાજકોટ શહેર 401, જામનગર શહેર 398 નોધાયા છે .

ઉત્તર ગુજરાતના મહેસાણાએ ચિંતા વધારી

કોરોનાનો પ્રકોપ દરરોજ વધી રહ્યો છે. ત્યારે ગત 24 કલાકમાં નોંધાયેલા કોરોનાના કેસમાં અમદાવાદ સુરત બાદ મહેસાણા જિલ્લામાં ચિંતાજનક આંકડો નોંધાયો છે. ઉત્તર ગુજરાતના મહેસાણામાં પણ કોરોના કહેર જોવા મળી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ગત 24 કલાકમાં અહીં 565 નવા કેસ નોંધાયા હતા.

ગુજરાતમાં રસીકરણની કામગીરી ચાલુ હોવા છતાં બીજી તરફ પરિસ્થિતિ બેફામ છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 4683 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 61 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 1494 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 389 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 523 કેસ, જ્યારે ગ્રામ્યમાં 212 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 401 કેસ અને ગ્રામ્યમાં 127 કેસ નોંધાયા છે