ગરબાડા, પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી પંચમહાલ રેન્જ હે ગોધરા તથા પોલીસ અધિક્ષક ડો.રાજદીપસિંહ ઝાલા દાહોદ નાઓએ સુચનાઓ અને માર્ગદર્શન આપેલ જે આધારે મદદનીશ પોલીસ અધિક્ષક કે.સિધ્ધાર્થ દાહોદ વિભાગ દાહોદ નાઓ તથા સર્કલ પોલીસ ઇન્સ્પેકટર જે.એમ.ખાંટ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠ જે.એલ. પટેલ ઇન્સ્પેકટર ગરબાડા તથા પોલીસ સ્ટાફના પેટ્રોલીંગમાં માણસો સાથે પો.સ્ટે.સી.ગુ.નં.11821025230044/2023 હતા. તે દરમ્યાન બાતમી મળેલ કે કતવારા પ્રોહી કલમ 65 ઇ, 98 (2), 116-બી મુજબ ના ના.ફ. આરોપી તથા દાહોદ રૂરલ પો.સ્ટે.ફ.ગુ.નં.94/2017 ઇ.પી.કો કલમ 458,380,411, 427, 393 જેનો ક્રિમીનલ કેસ નંબર 2347/2018 બીજા એડીશનલ સિવીલ અને જ્યુડી.મેજી.ફ.ક. કોર્ટ દાહોદનાઓના સી.આર.પી.સી. કલમ 70 મુજબના વોરંટના કામના ના.ફ.આરોપી મિથુનભાઇ જવાભાઇ જાતે માવી રહે. માતવા પટેલ ફળીયા તા.ગરબાડા જિ.દાહોદ નાનો એમ.પી.રાજ્યના રાણાપુર ગામ તરફથી ગાંગરડા ચોકડી થઇ દાહોદ તરફ જનાર છે. તેવી ચોક્કસ બાતમી આધારે ગરબાડા પોલીસ સ્ટાફના માણસો ગાંગરડા ચોકડી ઉપર વોચ તપાસમા હતા. તે દરમ્યાન સદર ઇસમ પેસેન્જર વાહનમા બેસીને આવતા વાહન ઉભુ રખાવી ઓળખ કરી તેને પકડી પાડી પોલીસ સ્ટેશન લાવી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
આમ છેલ્લા પાંચ મહિનાથી પ્રોહીબીશનના ગુન્હામા નાસતા ફરતા આરોપી તથા સી.આર.પી.સી કલમ 70 મુજબના વોરંટના કામના આરોપીને પકડવામા ગરબાડા પોલીસને સફળતા મળેલ છે.