ગોધરા, ગોધરા તાલુકાના પોપટપુરા ગામે આવેલ આદિવાસીઓની 73 એએના નિયંત્રણો ધરાવતી ખેતીની જમીન કોઈપણ જાતની પૂર્વન મંજુરી વગર વેચાણ દસ્તાવેજ થયા. આમ સામાન્ય રીતે આદિવાસી નિયંત્રણો ધરાવતી જમીનમાં થતાં દસ્તાવેજો મહેસુલ વિભાગમાં ચાલતી લાલીયાવાડીની ચાડી ખાઈ રહ્યા છે.
ગોધરા તાલુકાના પોપટપુરા ગામે આવેલ આદિવાસીઓની 73 એએના નિયંત્રણો ધરાવતી હોય તેવી જમીનોમાં આડેધડ વેચાણ દસ્તાવેજો થઈ રહ્યા છે. 73 એએના નિયંત્રણ ધરાવતી જમીનના વેચાણ માટે ઉચ્ચ મહેસુલી અધિકારીની પરવાનગી (મંજુરી) લેવાની થતી હોય છે. પરંતુ પોપટપુરા ગામના આદિવાસી જમીનો માટે જાણે કોઈ નીનિ નિયમો લાગતા ન હોય તેમ સુખલીબેન સોમાભાઈ અને અન્ય ખાતેદારોની ખેતીની જમીનોના વેચાણ દસ્તાવેજ 2023ના ચાલુ વર્ષમાં થયેલ છે. તે જોતાં આવી 73 એએના નિયંત્રણો ધરાવતી જમીનોમાં થતા વેચાણ દસ્તાવેજોની પૂર્વ ચકાસણી થતી ન હોવાને લઈ આવી જમીનો વેચાઈ રહી છે. ત્યારે મહેસુલ વિભાગ પૂર્વ મંંજુરી વગર થતાં વેચાણ દસ્તાવેજોની તપાસ કરી કાર્યવાહી કરશે ખરી ?