- મુખ્યમંત્રીના વન કવચના ઉદ્ધાટનના બીજા દિવસે પાલિકા ઉપર અવળી અસર જોવા મળી.
ગોધરા,રાજ્યના મુખ્યમંત્રી પાવાગઢ ખાતે વન કવચના ઉદ્ધાટન કરીને વૃક્ષોની વાવણી અને વૃક્ષોના જતન માટે લોકોમાં જાગૃતિ કેળવાય તેવુંં આહવાન કરવામાં આવ્યું હતું પરંતુ મુખ્યમંત્રીના વૃક્ષો ઉગાડવાની અવળી અસર ગોધરા નગર પાલિકા ઉપર પડી હોય તેમ અટલ ઉદ્યાનમાં ઉભા વૃક્ષનુંં છેદન કરવામાં આવ્યું. નવા વૃક્ષો ઉગાડવા પાલિકા માટે શકય નથી પણ ઉભા વૃક્ષોને કાપીને કેવી રીતે પર્યાવરણ જતન કરી રહ્યા છે. સમજાતું નથી.
ગોધરા શહેરની મધ્યમાં આવેલ અટલ ઉદ્યાન નગરજનો માટે હરવા ફરવાનું એકમાત્ર સ્થળ છે. આ બગીચામાં પાલિકા દ્વારા વિકાસ કરવાના નામે વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હતા. તેના સ્થાને બગીચામાં એકપણ નવુ વૃક્ષ વાવેતર કરાયું નથી પરંતુ પાલિકા તંત્રને જાણે કેમ બગીચામાં ઉભા વૃક્ષોનું છેદન કરીને કેવા પ્રકારના પર્યાવરણ જાળવણી અને વૃક્ષોના જતન કરે છે. તે સમજાઈ રહ્યું નથી. ગતરોજ પાવાગઢ ખાતે રાજ્યના મુખ્યમંત્રી વન કવચના ઉદ્ધાટન માટે આવ્યા હતા અને ઉદ્ધાટન પ્રસંગે ઉદ્દબોધનમાં પર્યાવરણ બચાવવા માટે નવા વૃક્ષો વાવી તેમજ ઉભા વૃક્ષોનું જતન કરવા આહવાન કરવામાં આવ્યું તેમજ લોકોને વૃક્ષો વાવવા માટે પ્રેરીત કર્યા હતા પરંતુ મુખ્યમંત્રીના પર્યાવરણ અને વૃક્ષો ઉગાડવાની હિમાયતની અવળી અસર થઈ હોય તેમ અટલ બાગમાં વર્ષો જુના વૃક્ષને કાપી નાખવામાં આવતાં પાલિકાની આવી વૃતી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યો છે.