લીટલ માસ્ટર ઈંગ્લિશ મીડિયમ સ્કૂલના બાળકોને નર્સરીમાં લઈ જવામાં આવ્યા

દાહોદ, લીટલ માસ્ટર ઇંગ્લીશ મીડીયમ સ્કુલ લીમડી તારીખ 3 -8 -2023 ના ગુરૂવારના રોજ કે.જી. વિભાગના નર્સરી તેમજ પ્લે ગ્રુપના બાળકોને ફિલ્ડ ટ્રીપ માટે લીમડી ગામની નર્સરીમાં લઈ જવામાં આવ્યા હતા. તેમાં બાળકોને શાળાના મેનેજિંગ ડાયરેક્ટર અમિત દેવડા તેમજ શાળાના આચાર્ય મિત્તલ એન શર્માના માર્ગદર્શન હેઠળ કે.જી. વિભાગના શિક્ષક મિત્રોએ બાળકોને ફિલ્ડ ટ્રીપ કરાવી અને તેમાં અલગ અલગ પ્રકારના છોડ વિશેની માહિતી તેમજ અલગ અલગ પ્રકારના ફૂલોના કલરની માહિતી આપવામાં આવી હતી. ત્યાં બાળકોને અલગ અલગ રમતો પણ રમાડવામાં આવી હતી. નર્સરીમાં શુદ્ધ વાતાવરણમાં બાળકોને વૃક્ષો વિશેની માહિતી આપવામાં આવી હતી.