બાલાસીનોર તાલુકાના વડદલા, ડોડીયાના ગામના તલાટી અરજદારો પાસેથી દરેક કામો માટે રૂપીયા લેતા હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોની રજુઆત

બાલાસીનોર, બાલાસીનોર તાલુકાના વડદલા, ડોડીયા અને સીમડીયા ગ્રામ પંચાયતના તલાટી રૂપીયા લીધા વગર કામ કરતાં ન હોવાની રજુઆત ગ્રામજનો દ્વારા ઉચ્ચકક્ષાએ રજુઆત કરવામાં આવી.

બાલાસીનોર તાલુકાના વડદલા, ડોડીયા અને સીમડીયા ગ્રામ પંચાયતના તલાટી બી.કે.ચૌહાણ એ છેલ્લા પાંચ વર્ષથી ગ્રામ પંચાયતોમાં ફરજ બજાવે છે. તલાટી દ્વારા પંડીત દિનદયાલ આવાસના મકાનો માટે પાંચ થી દશ હજાર રૂપીયા આવવામાં આવે તો કાગળો ઉપર સહી સિકકા કરી આપવામાં આવે છે. ધર નંબર પાડવા માટે 700 થી 100/-રૂપીયા, વિધવા સહાય કે સરકારી સહાય આપવાના કાગળોમાં સહી કરવા માટે 10 થી 20 ટકા આપવા પડતા હોય છે. જો કોઈ અરજદારોને કુવો કે રીંટબોગ પાસ કરાવો હોય તો 1000/- થી 1200/-રૂપીયા આપાવ પડે છે. તલાટી પંચાયતમાં રેગ્યુલર આવતા ન હોવાને લઈ પંચાયતમાં કામ અર્થે આવતા અરજદારોને ધરમ ધકકા અને પરેશાન થઈ રહ્યા છે. પીવાના પાણી માટે વાસ્મો યોજનાના કોન્ટ્રાકટરો પાસેથી ટકાવારી લઈ કામ કર્યા વગર બીલ પાસ કર્યાના આક્ષેપ સાથે ગ્રામજનો દ્વારા ઉચ્ચકક્ષાએ રજુઆત કરાઈ છે.