ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને પાકિસ્તાની ક્રિકેટર શોયેબ મલિક વચ્ચે તલાકના અહેવાલો ફરી વહેતા થઈ ગયા છે. આ વખતે ખુદ શોયેબ મલિકે આ મુદ્દે ‘હિન્ટ’ આપી છે. થોડા મહિના પહેલાં પણ બન્ને વચ્ચે તલાકના સમાચારો આવ્યા હતા.
આ બધાની વચ્ચે શોયેબ મલિકે તલાકના સંકેત પોતાની ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલમાં ફેરફાર કરીને આપ્યો છે. શોયેબે ઈન્સ્ટાગ્રામ બાયોમાં પહેલાં સાનિયા મિર્ઝાના પતિ એમ લખ્યું હતું પરંતુ હવે તેણે આ લખાણ હટાવી દીધું છે.
તેણે પહેલાં ઈન્સ્ટા બાયોમાં લખ્યું હતું કે, ‘સુપરવુમેન સાનિયા મિર્ઝાનો પતિ.’ પરંતુ હવે મલિકે તેમાં ફેરફાર કર્યો છે અને સાનિયા મિર્ઝાનો પતિ એવું લખાણ દૂર કર્યું છે. અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે બન્ને વચ્ચે તલાક થઈ ગયા છે પરંતુ આ વાતને લઈને કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી અને સાનિયા-સોયેબે આ મુદ્દે મૌન સેવી લીધું છે.