પ્રભાસનો બોલિવુડથી મોહભંગ: ’પઠાણ’ના ડાયરેકટરની આગામી ફિલ્મની ઓફર ફગાવી

મુંબઈ: બાહુબલી-2ની સફળતા પછી પ્રભાસ બોકસ ઓફીસ પર ફલોપ સાબીત થઈ રહ્યા છે. એસ.એસ. રાજામૌલીએ ડાયરેકટ કરેલી ફીલ્મની સુપર સફળતાએ પ્રભાસને પાન ઈન્ડીયા સ્ટાર બનાવી દીધા હતા અને બોલીવુડના મોટા ડાયરેકટર્સ તેમને બીગ બજેટ ફીલ્મો ઓફર કરી રહ્યા હતા. હિન્દી ઓડીયન્સમાં પોતાની લોકપ્રિયતા વધારવા માટે પ્રભાસે મુંબઈમાં પીઆર એજન્સીઓની મદદ લીધી હતી અને આદીપુરૂષ જેવી 600 કરોડની ફિલ્મ પણ કરીહતી.

જોકે પ્રભાસની લોકપ્રિયતા વધી નહી અને હિન્દી ફિલ્મના ઈતિહાસની ફલોપ ફીલ્મોમાં આદીપુરૂષને સ્થાન મળ્યું છે. બોલીવુડમાં મળી રહેલી પછડાટના પગલે પ્રભાસે હવે સાઉથની ફિલ્મો તરફ નજર દોડાવી છે અને બોલીવુડથી દુર રહેવાનો નિર્ણય કર્યો છે. શાહરૂખ ખાનની ફીલ્મ પઠાણને ડાયરેકટ કરનારા સિધ્ધાર્થ આનંદ અને પ્રભાસ વચ્ચે બીગ બજેટ ફીલ્મની વાત ચાલતી હતી. પ્રભાસે ફીલ્મ સાઈન કરી ન હતી, પણ એકટર અને ડાયરેકટર વચ્ચે સંમતી સધાઈ હતી. પ્રભાસે સિધ્ધાર્થ આનંદની ઓફર ફગાવી હોવાના રીપોર્ટસ છે. ઓમ રાઉતના ડાયરેકશનમાં બનેલી આદીપુરૂષની નિષ્ફળતા બાદ પ્રભાસે બોલીવુડના કોઈ ડાયરેકટર સાથે કામ નહીં કરવાનો નિર્ણય લીધો છે.

પ્રભાસે બોલીવુડની કોઈ સ્ક્રીપ્ટને પણ નહીં સાંભળવાનું નકકી કયુર્ં છે. તે હવે પૂરી રીતે તેલુગુ ફીલ્મો પર ધ્યાન આપવા માગે છે. પાન ઈન્ડીયા સ્ટાર તરીકે ઈમેજ ઉભી કરવાની ઈચ્છાને પણ પ્રભાસે ગુડબાય કરી દીધું છે. રીપોર્ટ મુજબ, આદીપુરૂષની રીલીઝ પહેલા પ્રભાસે સિધ્ધાર્થ આનંદ સાથે ફીલ્મ કરવાની તૈયારી દર્શાવી હતી. આ અંગે ઓફીશીયલ એનાઉન્સમેન્ટ બાકી હતી, પરંતુ આ એકશન ફીલ્મને ઝડપથી ફલોપ પર લઈ જવાનું નકકી થયું હતું. પ્રભાસે આ પ્રોજેકટમાં પીછેહઠ કરી છે. પ્રભાસની આગામી ફીલ્મ સાલારને તેલુગુ ડાયરેકટર પ્રશાંત નીલે બનાવી છે, જે 28 સપ્ટેમ્બર રીલીઝ થવાની છે. આ ફિલ્મથી પ્રભાસને કમબેકની આશા છે. ત્યારબાદ અમિતાભ બચ્ચન સાથેની કલ્કી રિલીઝ થશે.