મહિસાગર જીલ્લામાં ખેડુતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે 7 ઓગષ્ટ થી આઈ-ખેડુત પોર્ટલ ખુલ્લુ મુકાશે

મહિસાગર, આઇ ખેડુત પોર્ટલ પર તાડપત્રી, પંપસેટ, પાક સંરક્ષણ સાધનો, વોટર કેરીંગ પાઇપલાઇન, પાક મુલ્ય વૃધ્ધિ અને એગ્રો સર્વિસ પ્રોવાઇડર જેવા ઘટકો માટે ઓનલાઇન અરજીઓ માટે આગામી 7 ઓગષ્ટ થી આઈ-ખેડુત પોર્ટલ શરૂ.

રાજ્યના ખેડુતોને ખેતીવાડી ખાતાના તાડપત્રી, પંપસેટ, પાક સંરક્ષણ સાધનો, વોટર કેરીંગ પાઇપલાઇન, પાક મુલ્ય વૃધ્ધિ અને એગ્રો સર્વિસ પ્રોવાઇડર જેવા ઘટકો માટે અરજીઓ મેળવવા આઇ ખેડુત પોર્ટલ તારીખ 07-08-2023, સોમવાર નારોજ સવારે 10.30 કલાકે થી ખેડુતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મુકવામાં આવશે.

વધુમાં આ વર્ષે અરજીઓ મેળવવા બાબતે જે તે તાલુકાનાં લક્ષ્યાંકની 1104 મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે અરજીઓ ઓનલાઇન થાય તે મુજબ નક્કી થયેલ છે. જે ધ્યાને લઇ રાજયના ખેડુતોએ આ ઘટકોમાં લાભ મેળવવા માંગતા હોય તો સહાય મેળવવા માટે ઓનલાઇન અરજી કરી, અરજીની નકલ પોતાની પાસે રાખવાની થાય છે.