સંતરામપુર-ગોઠીબ સુધીનો ડામર રોડ પહેલા વરસાદમાં ધોવાયો

સંતરામપુર, સંતરામપુર થી ગોઠીબ સુધીનો ડામર માર્ગ પહેલા વરસાદ ધોવાયો. ઠેરઠેર પડેલ ખાડાઓને લઈ વાહન ચાલકો પરેશાન તંત્ર દ્વારા હાથ ધરાયેલ ખાડાઓ પુરવાની કામગીરી વેઠ ઉતારવામાં આવી છે.

સંતરામપુરથી ગોઠીબને જોડતો ડામર રોડ થોડા સમય પહેલા બનાવવામાં આવ્યો હતો પરંતુ હલ્કી ગુણવત્તા જાળવ્યા વગરની કામગીરી કરવામાં આવી હોય જેને લઈ ચોમાસાના પહેલા વરસાદમાં રસ્તો ધોવાઈ ગયો હતો અને 10 કિ.મી.ના અંતરમાં 50 જેટલા ખાડાઓ પડેલા હતા. આ નવા બનાવેલ ડામર રોડની સાઈડો ઉપર પુરાણ કરવામાં આવ્યુંં ન હોવાથી રસ્તો ધોવાયો હતો. રોડ ઉપર પડેલ ખાડાઓ પુરણ કરવામાં આવ્યો તેમાં પણ વેઠ ઉતારવામાં આવી છે. સ્ટેટ હાઈવે દ્વારા બનાવેલ નવા ડામર રોડ બનાવવામાં હલ્કી ગુણવત્તાના મટીરીયલ્સનો ઉપયોગ થયો હોય તેની તપાસ જરૂરી છે.