કાલોલન ઝાંખરીપુરા ગામે મોત વ્હાલું કરવા કુવામાં પડેલ બહેનને બચાવવા પડેલ ભાઈનું મોત: બહેન સારવાર હેઠળ

  • કુવામાં પડેલ બહેનને બચાવવા પડેલ ભાઈનું મોત
  • મોબાઈલ તકરારમાં કુવામાં ઝંપલાવતી બહેનને બચાવવા પડેલ ભાઈનું મોત બહેન સારવાર અર્થે.

કાલોલ તાલુકાના ઝાંખરીપુરા ગામનાં એક પરીવાર ના બે ભાઈ-બહેન મોબાઈલ જોવા બાબતે બંને વચ્ચે તકરાર થઈ હતી.જેના કારણે બહેન નારાજગી દર્શાવી ગામનાં કુવામાં ઝંપલાવી દેતાં બહેનનો જીવ બચાવવા ભાઈ પણ પાછળ છંલાગ લગાવી હતી.કુવામા પડેલાં બંને ભાઈ-બહેનને ગંભીર ઈજા થતાં ભાઈનું મોત નિપજ્યું જ્યારે બહેન ને વધું સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.

કાલોલ તાલુકાના નજીકના ઝાંખરીપુરા ગામના માતાવાળા ફળીયામાં લક્ષ્મણભાઈ અમરાભાઈ રાઠોડ રહે છે. લક્ષ્મણભાઈ અને તેમણી પત્નીને લગ્ન દામ્પત્ય જીવનમાં ત્રણ બાળકો હતાં. જેમાં બે પુત્રી અને એક પુત્ર હતાં. સૌથી મોટી પુત્રીના હાથ પિળા (લગ્ન) કરાવી દિધા હતાં.જ્યારે બીજી પુત્રી ચંદ્રીકાબેન (ઉ.વે.૨૦) પછીનો પુત્ર હેતલકુમાર (ઉ.વે.૧૮) પોતાના માતા-પિતા સાથે રહેતાં હતાં. સોમવારનાં રોજ ઝાંખરીપુરા માતાવાળા ફળિયામાં આવેલ ઘરમાં બંને ભાઈ-બહેન માં મોબાઈલ ફોન જોવા બાબતે તકરાર થઈ હતી. જેનાં કારણે નારાજ થયેલી ચંદ્રીકાબેન ઘરેથી નિકળી ઝાંખરીપુરા ગામના ઝાંપે આવેલ એક પંચાયતના કુવામાં જઈ આત્મહત્યા કરવા ઝંપલાવી દિધું. જોકે નારાજગી દર્શાવી ઘરમાંથી બહાર નિકળી ગયેલ બહેન પાછળ ભાઈ હેતલ પણ દોડ્યો હતો.પરંતુ પોતાની મોટી બહેને હ્રદય કંપાવી નાખે તેવું પગલું ભરેલું જોઈને કુવામાં પડેલ બહેનને બચાવવા ભાઈએ પણ કુવામાં ઝંપલાવી દીધું હતું.પંરતુ કુવામાં પાણી ન હોવાને કારણે બંને ને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેનાં કારણે ગામનાં લોકો કુવા પાસે દોડી ગયાં હતાં. ગ્રામજનોએ બંને ભાઈ-બહેન ને કુવામાંથી બહાર કાઢતાં બંને ગંભીર ઈજાગ્રસ્ત થયા હતાં.જેથી સારવાર અર્થે કાલોલ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.પરંતુ મોત વ્હાલું કરવા પડેલ બહેનને વધુ સારવાર માટે હાલોલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને ભાઈ સારવાર મળે તે પહેલા જ મુત્યુ પામ્યો હતો.સમગ બનાવની જાણ ઝાંખીપુરાના તેમના પિત્રાઈભાઈ એ કાલોલ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. કાલોલ પોલીસે ફરીયાદ નોધી ઘટતી કાર્યવાહી હાથ ધરી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ પંચમહાલ સમાચાર સાથે. https://chat.whatsapp.com/IzLjzxLYGawDeJn0aoCp4C

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.