ભારત’ની પાર્ટીઓએ ૫૦ વર્ષ સુધી દેશ પર રાજ કર્યું, પછી શું કર્યું : તેલંગાણાના સીએમ કે ચંદ્રશેખર રાવ

મુંબઇ, વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં એનડીએએ છેલ્લી બે લોક્સભા ચૂંટણીમાં જોરદાર પ્રદર્શન કર્યું છે. પીએમ મોદીને હરાવવામાં કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓની દરેક યુક્તિ નિષ્ફળ રહી છે. પરંતુ હવે દેશના ૨૧ વિરોધ પક્ષોએ ’ભારત’ નામનું ગઠબંધન કર્યું છે. બીજી તરફ તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે વિપક્ષી ગઠબંધન પર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે ’ભારત’ની પાર્ટીઓએ ૫૦ વર્ષ સુધી દેશ પર રાજ કર્યું, પછી શું કર્યું.

સીએમ કેસીઆર મહારાષ્ટ્રના વાટેગાંવ ગામમાં અન્નાભાઉ સાઠેની ૧૦૩મી જન્મજયંતિના સંદર્ભમાં એક સભાને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે ભારતીય રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ)ન તો બીજેપીના સાથે છે કે ન તો ભારત ગઠબંધન સાથે. પરંતુ તેમણે દાવો કર્યો કે તેમને અનેક પક્ષોનું સમર્થન છે.

તેમણે વધુમાં કહ્યું કે અમે કોઈ મોરચો નહીં બનાવીએ કારણ કે તેઓ કામ કરતા નથી. કેસીઆરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે પ્રખ્યાત દલિત કવિ અન્નાભાઉ સાઠેને ભારત રત્ન આપવાની માંગ કરી હતી. તેમણે મહારાષ્ટ્ર સરકાર અને કેન્દ્ર સરકાર સાઠેના બલિદાનને માન્યતા આપે તેવી પણ માગણી કરી હતી.

તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે આરોપ લગાવ્યો કે મહારાષ્ટ્ર સરકાર વિધાનસભામાં માથંગ સમુદાયને પૂરતી પ્રાથમિક્તા આપી રહી નથી. વધુમાં ઉમેર્યું હતું કે બીઆરએસ પક્ષ માતંગ સમુદાયને ટેકો આપશે અને જ્યારે સમય આવશે ત્યારે માન્યતા અને સહાય પૂરી પાડશે. કેસીઆરએ એવી પણ માગણી કરી હતી કે અન્નાભાઉ સાઠેની કૃતિઓનો તમામ ભારતીય ભાષાઓમાં અનુવાદ થવો જોઈએ અને ’સાથે વિશ્ર્વ જાનિના’ (સાર્વત્રિક) ફિલસૂફીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રજૂ કરવી જોઈએ.

કેસીઆરએ કહ્યું કે રશિયાએ સાહિત્યના ક્ષેત્રમાં અન્નાભાઈ સાઠેની સેવાઓને પહેલાથી જ માન્યતા આપી છે, પરંતુ ભારતે તેને માન્યતા આપી નથી. રશિયાની લાઇબ્રેરીમાં સાઠેની પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવી હતી. સીએમએ કહ્યું કે તેઓ ભારતીય મેક્સિમ ગોર્કી તરીકે ઓળખાય છે અને તે ખેદજનક છે કે ભારતની અનુગામી સરકારોએ સાઠેને માન્યતા આપી નથી અને તેમના સાહિત્યને વિશ્ર્વ સમક્ષ રજૂ કરવાની કોઈ પહેલ કરી નથી.