
- એક મહિલાનું મોત, કાટમાળ નીચે દટાયેલા 15થી વધુને બહાર કઢાયા,
Bhavnagar : ભાવનગર શહેરમાં માધવહિલ કોમ્પ્લેક્સનો પાછળનો ભાગ ધરાશાયી થયો છે. બે માળની ગેલેરીનો ભાગ નીચે પડતા (Gallery collapse) કેટલાક લોકો કાટમાળ નીચે દટાઇ ગયા હતા. જેમાંથી એક મહિલાનું મોત થયુ છે. તો કાટમાળ નીચેથી 15થી વધુ લોકોને બહાર કઢાયા હોવાની માહિતી સામે આવી છે. હજુ પણ કેટલાક લોકો કાટમાળ નીચે કાટમાળ નીચે દટાયેલા હોવાની માહિતી છે. ઘટનાની જાણ થતા જ 108 અને ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને લોકોને બચાવવા માટેની કામગીરી શરુ કરી છે.
ભાવનગરમાં ખૂબ જ મોટી દુર્ઘટના બની છે. ભાવનગરના વાઘાવાડી રોડ પર આવેલા માધવહિલ કોમ્પ્લેક્સમાં બે માળની ગેલેરીનો ભાગ ધરાશાયી થયો છે. ગેલેરીનો ભાગ ધરાશાયી થતા તેની નીચે અનેક લોકો દટાઇ ગયા હતા. જે પછી 108 એમ્બ્યુલન્સલ અને ફાયર બ્રિગેડની ટીમને તાત્કાલિક બોલાવવામાં આવી હતી. ઘટના બનતા આસપાસ લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. જે પછી કાટમાળ નીચે દટાયેલા લોકોને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કાટમાળ નીચે દબાયેલા લગભગ 17 જેટલા લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યુ છે. આ તમામ લોકોને ઇજા પહોંચી છે. જેથી તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. SDRFની એક ટીમ બચાવ કામગીરીમાં જોડાઇ.
ભાવનગરમાં તખ્તેશ્વર મંદિરની બાજુમાં જ આવેલી હાઇરાઇઝ ઇમારત ધરાશાયી થઇ છે. આ ઇમારતા 20થી 25 વર્ષ જુની હોવાનું સામે આવ્યુ છે. અગાઉ પણ ભાવનગરમાં આવી ઇમારત ધરાશાયી થવાની ઘટના બનેલી છે. ભાવનગરમાં આશરે 169 મકાન કોર્પોરેશનના ચોપડે નોંધાયેલા છે. કેટલાક તો જર્જરિત છે પણ સરકારના ચોપડે નોંધાયેલા નથી. તો કેટલાક લોકો આર્થિક સ્થિતિ સારી ન હોવાથી મકાન રિપેર કરાવી શકતા નથી. તો હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનોની જવાબદારી ન તો સરકાર લેવા તૈયાર છે ન તો મકાન માલિક પોતે. આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તેઓ મકાન રિપેર કરાવી શકતા નથી. કેટલાક મકાન તો ગમે ત્યારે પડે તેવી સ્થિતિમાં છે. ત્યારે આ ઘટનાછી ફરી એકવાર ભાવનગર મહાનગરપાલિકા ઘોર બેદરકારી સામે આવી છે.