ગોધરા શહેરના બજારો કોરોનાની ચેઈન તોડવા ત્રણ દિવસ ધંધા રોજગાર સંપૂર્ણ બંધ રહ્યા : આજે સવારે ૬ થી ૨ વાગ્યા સુધી ધંધા રોજગાર ચાલુ રહેશે

ગોધરા,
પંચમહાલ જીલ્લામાં કોરોના મહામારીની બીજી લહેરમાં કોરોના સંક્રમણના કેસમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. પ્રતિદિન જીલ્લા સહિત ગોધરા શહેરમાં કોરોના દર્દીઓની સંખ્યા વધી રહી છે. તે જોતાં જીલ્લા વહીવટી તંત્ર દ્વારા વેપારીઓ સાથે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને વીક એન્ડ લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગોધરા શહેરના બજારો શુક્ર, શનિ અને રવિવાર એમ ત્રણ દિવસ સુધી સજજડ બંંધ રાખીને વેપારીઓ અને નાના ધંધાદારીઓ દ્વારા કોરોનાના સંક્રમણ ની ચેઈન તોડવા માટે તંત્રના પ્રયાસને સહકારી આપ્યો છે. તેમ છતાં કોરોના ડેઈલી રિપોર્ટને જોતાં શહેરમાં સંક્રમણના કેસ ધટી રહ્યા હતા. તેમ લાગી રહ્યું નથી. તેમ છતાં તંત્રના પ્રયાસના વેપારીઓ દ્વારા કોરોના મહામારીમાં લોકોના આરોગ્યની ચિંતામાં તંત્રના પ્રયાસોની સરાહના કરી છે.

કોરોના મહામારીની બીજી લહેર ધાતક અસર જોવા મળી રહી છે. પ્રતિદિન કોરોના સંક્રમણના કેસ વધી રહ્યા છે. લોકો કોરોના મહામારીને ગંભીરતાથી લઈ રહ્યા નથી. બજારોમાં ભીડભાડવાળા સ્થળો લોકોની ભીડ વધુ રહેતી હોય જેને લઈ સંક્રમણના કેસમાં વધારો થઈ રહ્યો છે. કોરોના સંક્રમણના વધતા જતા કેસને જોતાં આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્ર ચિંતીત બન્યું છે. કોરોનાની બીજી લહેરમાં કોરોના સંક્રમણના ભોગ બનત દર્દીઓના મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. ત્યારે કોરોના સંક્રમણની ચેઈન તોડવા માટે પંચમહાલ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા ગોધરા શહેરના વેપારીઓ તેમજ નાના ધંધાદારીઓ સાથે મીટીંગ યોજીને વીક એન્ડમાં શુક્ર, શનિ અને રવિવારના રોજ સ્વૈચ્છિક લોકડાઉન કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો હતો. તે મુજબ શુક્ર, શનિ અને રવિવાર એમ ત્રણ દિવસ સુધી ગોધરા શહેરના બજારો સંપૂર્ણ બંધ રહ્યા હતા અને વહીવટી તંત્રને કોરોના મહામારીના સમયમાં ધંધા રોજગાર બંધ રાખીને સહયોગ આપ્યો હતો. આવતી કાલ સોમવાર ૨૬ એપ્રિલ થી સવારે ૬ વાગ્યા થી બપોરના ૨ વાગ્યા સુધી ધંધા રોજગાર ચાલુ રહેશે. જ્યારે બપોર બાદ ધંંધા રોજગાર બંધ રહેશે. કોરોના મહામારીમાંં કોરોના સંક્રમણ ધટે તેવા વહીવટી તંત્રના પ્રયાસો સફળ થાય એવી આશા હાલ ટાળી શકાય છે. ગોધરા શહેરના બજારો ત્રણ દિવસ સુધી સ્વૈચ્છિક લોકડાઉન રહ્યા છે. તેમ છતાં શહેરમાં નોંધાતા દૈનિક કેસમાં નોંધપાત્ર ધટાડો જોવા મળ્યો નથી.