ગોધરામાં આજે ઓફ ધ રેકોર્ડ કોરોનામાં ૧૨ના મોત : પંચમહાલ જીલ્લામાં ૮૯ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા

  • શહેરી વિસ્તાર
  • ગોધરા-૨૭
  • હાલોલ-૧૫
  • કાલોલ-૦૫
  • ગ્રામ્ય વિસ્તાર
  • ગોધરા-૧૧
  • હાલોલ-૦૫
  • કાલોલ-૦૬
  • ઘોઘંબા-૧૬
  • જાંબુધોડા-૦૪
  • આજના પોઝીટીવ કેસ-૮૯
  • સક્રિય કેસ-૭૮૪
  • દર્દીને રજા અપાઈ -૫૨

ગોધરા,
પંચમહાલ જીલ્લામાં કોરોનાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે. પ્રતિદિન કોરોના સંક્રમિત કેસમાં વધારો થઈ રહ્યો છે. જીલ્લામાં કોરોના અજગરી ભરડો લોકોને સંક્રમણનો ઝડપી રીતે સકંજામાં લઈ રહ્યા છે. વધતા જતાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યાની સામે કોવિડ હોસ્પિટલમાં સારવાર લેતાં દર્દીઓના રિકવરી રેટ ધીમો જોવા મળી રહ્યો છે. કોરોનાની બીજી લહેરમાં કોરોના સંક્રમિત થતાં દર્દીઓમાં ઓકસીજન લેવલ ધટી જવાની સમસ્યાને લઈ હોસ્પિટલાઈઝ થવું પડતું હોય છે. પરંતુ જે ગતિ થી સંક્ર્રમિત દર્દીઓ વધી રહ્યા છે. તેને લઈ હોસ્પિટલમાં ઓકસીજન બેડ ધટી રહ્યા છે.

જેને લઈ દર્દીઓ સાથે પરિવારજનો હેરાન થઈ રહ્યા છે. આજરોજ જીલ્લામાં ૮૯ કોરોના પોઝીટીવ કેસ નોંધાવા પામ્યા છે. જેમાં શહેરી વિસ્તારમાં ૪૭ અને ગ્રામ્ય વિસ્તારમાં ૪૨ પોઝીટીવ કેસ નોંધાવા પામ્યા છે. કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા ૭૮૪ સુધી પહોંચી છે. કોરોના સંક્રમિત દર્દીઓને ઓકસીજન સપોર્ટની જ‚રીયાત રહેતી હોય છે. તેની સામે સરકારી કોવિડ હોસ્પિટલમાં ઓકસીજન બેડ ખુટી પડવાથી દર્દીઓને એક હોસ્પિટલ થી બીજી હોસ્પિટલ ભટકવાનો વારો આવ્યો છે. તે કોરોના સંક્રમણની ગંભીરતાનો ચિતાર આપે છે. દેશભરમાં કોરોના સંક્રમિત દર્દીઓને ઓકસીજન સપોર્ટની જ‚રીયાત વધતા હાલ ઓકસીજનની ધટ જોવા મળી છે અને ઓકસીજન નહિ મળવાને લઈને પણ દર્દીઓના મોત થઈ રહ્યા છે. ત્યારે પંચમહાલ જીલ્લામાં પણ કોરોના સંક્રમણ કેસમાં પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. કોવિડ હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓના રિકવરી રેડ ખૂબ ઓછો હોવાને લઈ કોવિડ હોસ્પિટલમાં બેડ ભરાયેલા હોવાને લઈ કોરોના સંક્રમિત દર્દીઓને ખાનગી કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થવું પડતું હોય છે. હાલ જે ગતિથી કોરોના સંક્રમિત દર્દીઓ વધી રહયા છે. તે જોતાં આવનાર દિવસોમાં કોરોના સંક્રમિત દર્દીઓ વધી શકે તે નકારી શકાય નહિ. પંચમહાલ જીલ્લામાં આજરોજ ૮૯ પોઝીટીવ કેસ નોંધાવા પામ્યા છે. જેની સામે હોસ્પિટલમાં કોરોના સારવાર લઈ રહ્યા છે. તેવા દર્દીઓમાંથી ૫૨ સાજા થતાં રજા અપાઈ છે. જ્યારે જીલ્લા હાલ સક્રિય કેસની સંખ્યા વધીને ૭૮૪ સુધી પહોંંચી છે. ત્યારે જીલ્લાવાસીઓ કોરોના સંક્રમણ થી બચવા માટે માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરીને કોરોના સંક્રમણથી બચી શકાય છે.

ડેઈલી રિપોર્ટમાં મૃત્યુ આંક નીલ જ્યારે કોવિડ ગાઈડ લાઈન થી થતાં અંતિમ સંસ્કાર થઈ રહ્યા છે….

પંચમહાલ જીલ્લામાં આરોગ્ય વિસ્તાર દ્વારા કોરોનાના ડેઈલી રિપોર્ટ જાહેર કરવામાં આવે છે. આ રિપોર્ટમાંં જીલ્લા કોરોના દર્દીના મૃત્યુ આંક ઝીરો દર્શાવવામાં આવતાં હોય છે. જ્યારે બીજી તરફ સોશ્યલ મિડીયામાં શહેરમાં કોરોના સંક્રમણમાં જે વ્યકિતનું મોત થઈ રહ્યું છે. તેમના સ્વજન અને મિત્રો દ્વારા કોરોનાની સારવાર દરમ્યાન મોત થયાનું જાહેર કરીને શ્રધ્ધાંજલી આપતા હોય છે. ત્યારે આરોગ્ય વિભાગના લીસ્ટમાં કોરોના મોતના આંક દર્શાવવામાં આવતો નથી. તેને લઈ લોકોમાં તંત્રની કામગીરી સામે પ્રશ્ર્ન ઉઠી રહ્યા છે.

પંચમહાલ જીલ્લામાં કોરોનાની બીજી લહેરમાં સંક્રમણ વધી રહ્યું છે અને પ્રતિદિન કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે જીલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ આરોગ્ય સવાઓ દર્દીઓને મળી રહે તેવા પ્રયત્નોની સાથે રસીકરણ વધે તેવા પ્રયાસ પણ કરી રહી છે. આજરોજ ૨૫ એપ્રિલ અને જીલ્લામાં ૪૫ વર્ષ ઉપરના ૨૪૦૪ વ્યકિતને કોરોના વેકસીન આપવામાં આવી છે. જયારે અત્યાર સુધી ૪૫ વર્ષ ઉપર થી વયના ૨,૩૩,૪૦૨ વ્યકિતને વેકસીન આપવામાં આવી છે. અને આ રસીકરણમાં વધુ વ્યકિત લાભ લે તેવી અપીલ પણ કરાઇ રહી છે. તબીબો દ્વારા કોરોના વેકસીન લેવાથી કોરોના સંક્રમણ થી બચાય છે અને જો સંક્રમિત થવાય તો પણ સંક્રમણની અસર ઓછી અને કોરોનાને માત આપી સાજા જલ્દી થઈ શકાય છે.