- ઈડરમાં જાદરના કલ્યાણપૂરામાં જૂથ અથડામણ
- દૂધ ભરાવવા મામલે બે જૂથ વચ્ચે અથડામણ
- 10 લોકોને ગંભીર ઈજા થતા સિવિલ હોસ્પિટલ ખસેડાયા
સાબરકાંઠાના ઈડરમાં જાદરના કલ્યાણપૂરામાં જૂથ અથડામણ થયું છે. દૂધ ભરાવવા મામલે બે જૂથ વચ્ચે અથડામણ થતાં ગામમાં માહોલ ઉગ્ર બન્યો હતો. જેમાં 10 લોકોને ગંભીર ઈજા થતા સરાવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. જો કે, સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.
કલ્યાણપૂરામાં દૂધ ભરાવવા જેવી સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી જે બાદ માહોલ ઉગ્ર બનતા બે જૂથ વચ્ચે અથડામણ થયું હતું. જેમાં અનેક લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે અને લોહીલુહાણ પણ થયા છે. જે તમામને સારવાર માટે 108 મારફતે ઈડર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
જૂથ અથડામણની ઘટનાની પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સ્થિતિને કાબૂમાં મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા જે બાદ માહોલ શાંત થયો હતો. જો કે, આ બાબતને લઈ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. જો કે, અત્યારે પરિસ્થિતિ થાળે છે.