અમેરિકાનું ન્યુયોર્ક આમ તો પ્રવાસીઓના રહેવાના હિસાબે વિશ્વનું સૌથી મોંઘું શહેર છે. પરંતુ ત્યાંના રહેણાક વિસ્તારમાં ગગનચુંબી ઇમારતમાં ઓછી આવક ધરાવતા લોકોને ધ્યાને રાખી વાજબી ભાવે એપાર્ટમેન્ટ્સ બનાવવામાં આવી રહ્યા છે. આ બિલ્ડિંગના કેટલાક એપાર્ટમેન્ટ વર્ષ 2001માં 9/11 થયેલા આતંકી હુમલાના પીડિતો માટે રિઝર્વ છે. આ જ અઠવાડિએ રાજ્ય નિરીક્ષણ બોર્ડે 130 લિબર્ટી સ્ટ્રીટ, જેને 5 વર્લ્ડ ટ્રેડ તરીકે પણ ઓળખવામાં આવે છે. પરંતુ 900 ફૂટના મિશ્રિત ઉપયોગવાળા ટાવરના બાંધકામનો રસ્તો સાફ કરી દીધો છે.
આ વર્લ્ડ ટ્રેડ સેન્ટર કેમ્પસમાં એકમાત્ર સાઇટ છે, જે રહેણાક થવાની આશા છે. આ વિશે નિર્ણય લેવા માટે એક દાયકાથી રાજકીય ખેંચતાણ ચાલી રહી હતી પરંતુ તેના પર ચર્ચા થઈ કે અહીં પીડિતોને ફરી વસાવવા અને તેને બજારભાવથી નીચેના ભાવે આવાસ આપવા. લિબર્ટી સ્ટ્રીટમાં 1,200 એપાર્ટમેન્ટમાંથી એક તૃતીયાંશ એટલે કે 400 એપાર્ટમેન્ટ ઓછી અને મધ્યમ આવક ધરાવનાર માટે આરક્ષિત છે. તે એપાર્ટમેન્ટમાંથી 80 એપાર્ટમેન્ટ એ લોકોને મળશે જે આતંકી હુમલા સમયે લોઅર મેનહટ્ટનમાં રહેતા કે કામ કરતા હતા. આમ જોઈએ તો ગગનચુંબી ઈમારતોવાળો ન્યુયોર્કનો આ વિસ્તાર તે વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે.
9/11ની પીડિતા જેમ્સ કહે છે કે હુમલામાં અમે બધું ગુમાવી દીધું. પિતા બીમાર પડ્યા અને 2021માં દુનિયા છોડી ચાલ્યા ગયા. માતાનું પણ અવસાન થઈ ગયું છે. જો અહીં બનનારી ઈમારતમાં અમારું ધ્યાન નહીં રાખવામાં આવે તો આ સૌથી મોટો અન્યાય હશે. સંપત્તિનો માલિકાના હક્ક રાખનારી લોઅર મેનહટ્ટન ડેવલપમેન્ટ કોર્પોરેશનનો 2021માં અંદાજ હતો કે દરેક રહેણાક એપાર્ટમેન્ટની કિંમત આશરે 8.2 કરોડ રૂપિયા હશે.