હાલોલ, હાલોલ તાલુકાના બાસ્કા ગામેના આરોપીએ નામદાર બોર્ડ ઓફ નોમનીશનના લવાદ કેસમાં હુકમ મુજબ આરોપીની સ્થાવત જંગમ મિલ્કત કબ્જે લઈ વસુલાત માટે શ્રી જનતા સહકારી બેન્ક દ્વારા રાખવામાં આવેલ હરાજીમાં અડચણ કરવા જપ્ત કરી ટાંચમાં લીધેલ મિલ્કતનું સીલ અને તાળું ખોલી પ્રવેશ કરી કબ્જે કરતાં આ બાબતે હાલોલ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ.
પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ તાલુકાના બાસ્કા ગામે રહેતા મહંમદ હુસેન શબ્બીર અહેમદ મકરાણીએ નામદાર બોર્ડ ઓફ નોમીનીશનના લવાદ કેસ નં. 153/2018, 154/2018, 158/2018, 159/2018, 162/2018 થી કરેલ હુકમ મુજબ આરોપીની સ્થાવર જંગમ મિલ્કત દાવાની રકમ વસુલ કરાવવા શ્રી જનતા સહકારી બેન્ક હાલોલને મિલ્કત કબ્જે લઈ વસુલાત કરવા કરેલ કાયદેસરના હુકમનું પાલન નહિ કરી શ્રી જનતા બેન્ક દ્વારા રાખવામાં આવેલ હરાજીમાં અડચણ હેરાનગતિ કરવા માટે બાસ્કા ગ્રામ પંચાયતની મિલ્કત નં.164 (નવો મિલ્કત નં.185) જપ્ત કરી ટાંચમાં લીધેલ મિલ્કત ધરમાં ગેરકાયદેસર રીતે શીલ તાળું તોડી પ્રવેશ કરી કબ્જો કરી લેતાં આ બાબતે હાલોલ રૂરલ પોલીસ મથકે મહંમદ હુસેન મકરાણી વિરૂદ્ધ ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.