હાલોલ પાવાગઢ રોડ ગોળીબાર ફળીયાનું મકાન ભાડે આપવા ભાડા કરાર નહિ કરી જાહેરનામાનો ભંંગ કરતા મકાન માલિકની અટકાયત

હાલોલ, હાલોલ પાવાગઢ રોડ ઉપર આવેલ મકાન માલિકે હાલોલ પોલીસ દ્વારા આર્મ્સ એકટમાં અટક કરવામાં આરોપીને ભાડેથી આપ્યું હતું. કોઈપણ જાતનો ભાડુઆત કરાર નહિ કરાવી જીલ્લા મેજીસ્ટેટના જાહેરનામાનો ભંંગ કરતાં મકાન માલિક વિરૂદ્ધ જાહેરનામા ભંગનો ગુન્હો નોંધી અટકાયત કરાઈ.

પ્રાપ્ત વિગતો મુજબ હાલોલ-પાવાગઢ રોડ ઉપર આવેલ ગોળીબાર ફળીયામાં આવેલ ધર નં.1034ના માલિક સાજેદાબાનું હનીફભાઈ મેમણ દ્વારા ભાડે આપવામાં આવ્યું હતું. મકાન આર્મ્સ એકટના ગુન્હામાં પકડાયેલ આરોપીને થંમગ ઉર્ફે તન્ગમ પેરૂમલ તેવર ( રહે. ઈસ્ટ શેરાપટીના પેટાઈયુટ, જીલ્લા. મદુરાઇ, તલીમનાડુ) ને ભાડે આપ્યું હતું અને મકાન માલિક દ્વારા ભાડા કરાર નહિ કરાવી જીલ્લા મેજીસ્ટેટ કલેકટરના જાહેરનામાનો ભંગ કરતાં મકાન માલિક વિરૂદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી અટકાયત કરવામાં આવી છે.