સુરતમાં રમતા રમતા બાળકી ગેલેરીમાંથી ધડામ દઇને નીચે પટકાઇ, દીકરીને જોઇ માતા પણ બેભાન

  • સુરતમાં માતાપિતા માટે આંખ ખોલતી ઘટના 
  • તુલસી રો હાઉસ સોસાયટીમાં બાળકી બાલ્કનીમાંથી નીચે પટકાઈ 
  • ઘટના સમયના CCTV સામે આવ્યા 
  • ઈજાગ્રસ્ત બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ 

માતા-પિતા માટે એક ચેતવણીરુપ કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં આ ઘટના બની છે જેમાં ઘરની બાલ્કનીમાં રમતાં એક બાળકી અચાનક નીચે પટકાઈ હતી. સુરતનો આ કિસ્સો દરેક માતાપિતા માટે આંખ ખોલતી ઘટના છે. હાલ ઈજાગ્રસ્ત બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. 

વાત સુરતના વરાછા યોગી ચોકમાં આવેલી સોસાયટીની છે, જ્યાં ત્રીજા માળે ઊભેલી બાળકી અચાનક નીચે પટકાઈ હતી. ભર દિવસે અચાનક આવો બનાવ બનતા સોસાયટીમાં હાજર દરેક લોકો ચોંકી ગયા હતા. હાલ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. અચાનક બાળકીને નીચે પડેલી હાલતમાં જોઈને ત્યાં દોડી આવેલી તેની માતા પણ બેભાન થઈને પડી ગઈ હતી. આ આખી ઘટના સોસાયટીના CCTVમાં કેદ થઈ હતી. 

કોઈનો નહીં. પણ  દરેક માતા-પિતા જે તેમના બાળકને એકલું રમવા મૂકી દે છે અને કલાકોના કલાકો સુધી કોઈ ભાળ મેળવતા નથી. તેમના માટે લાલબત્તી સમાન ઘટના છે. કારણ કે એ 5 વર્ષની માસૂમને નહોતી ખબર કે એકલું ધાબા પર જવાથી ખતરો છે, એકલા ધાબા પર જવાથી કદાચ મોતને પણ ભેટી શકાય છે. ઘણા બાળકો રમત રમવા ધાબા સિવાય પણ અન્ય એવી જગ્યાએ જતાં રહેતા હોય છે, જ્યાં જીવનો ખતરો છે. કોઈનું બાળક સોસાયટીમાં રમવા ગયું હોય છે ને કારમાં ચગદાઈ જાય છે, કોઈનું બાળક એકલૂ રમતું હોય છે અને ખુલ્લી ગટરમાં પડી જાય છે.