સિદ્ધૂ મૂસેવાલાની હત્યાના માસ્ટરમાઈન્ડ ગેંગસ્ટર સચિન બિશ્ર્નોઈને ભારત લાવવા માટે સુરક્ષા એજન્સીની ટીમ અઝરબૈજાન પહોંચી ગઇ છે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની ટીમ રાત્રે અઝરબૈજાન પહોંચી ગઇ છે મળતી માહિતી મુજબ આગામી ૨ દિવસમાં અઝરબૈજાનથી સચિન બિશ્ર્નોઈને સુરક્ષા એજન્સી પ્રત્યાર્પણ કરીને દિલ્હી એરપોર્ટ પહોંચશે.
સચિન બિશ્ર્નોઈ લોરેન્સ બિશ્ર્નોઈનો ભાણેજ છે. સચિન બિશ્ર્નોઈ, સિદ્ધૂ મૂસેવાલાની હત્યાના થોડા દિવસ પહેલા જ નકલી પાસપોર્ટ બનાવીને ફરાર થયો હતો. સચિન બિશ્ર્નોઈ જો ભારત આવશે તો અનેક રહસ્યોનો ખુલાસો થશે. સ્પેશિયલ સેલની કાઉન્ટર ઈન્ટેલીજન્સ યુનિટમાં એક છઝ્રઁ, ૨ ઈન્સ્પેક્ટર સહિત લગભગ ૪ અધિકારીઓની ટીમ અઝરબૈજાન જવા નીકળી છે.
લોરેન્સ બિશ્ર્નોઈનો ભાણેજ ગેંગસ્ટર સચિન બિશ્ર્નોઈ હાલમાં જ અઝરબૈજાનમાં પકડાયો હતો. સચિને ભારતમાં રહીને જ મૂસેવાલાની હત્યાનું પ્લાનિંગ કર્યું અને પછી દિલ્હીથી નકલી પાસપોર્ટ બનાવીને અઝરબૈજાન ભાગી ગયો. દ્ગૈંછએ લોરેન્સ બિશ્ર્નોઈના જ મુખ્ય સાથીદાર વિક્રમજીત સિંહ ઉર્ફે વિક્રમ બરાડને સંયુક્ત આરબ અમીરાતથી પકડ્યો હતો. બરાડ સિદ્ધૂ મૂસેવાલાની હત્યા ઉપરાંત નિર્દોષ લોકો અને વેપારીઓની ટાર્ગેટ કિલિંગમાં સામેલ હતો.
૨૯ મે, ૨૦૨૨નાં રોજ જાણીતા પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલાની જાહેરમાં હત્યા કરી દેવાઈ હતી. તેની ગાડીને ઘેરીને શૂટર્સે અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. તેની ગાડીને ઘેરીને શૂટર્સે અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. આ શૂટર લોરેન્સ બિશ્ર્નોઈ અને ગોલ્ડી બરાડ ગેંગના હતા. હત્યાકાંડ કેટલો ભયાનક હતો તે એ વાતથી અનુમાન લગાવી શકાય છે પોસ્ટમોર્ટમમાં સિદ્ધૂના શરીર પર ગોળીઓના ૨૪ નિશાન મળ્યા હતા.