- જુનાગઢમાં જર્જરિત બિલ્ડિંગની બાલ્કની ધરાશાયી
- સદનસીબે કોઇ જાનહાનિ નહીં
- તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલ
જૂનાગઢમાં ફરી એકવાર બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, જુનાગઢના અંબિકા ચોકમાં જર્જરિત બિલ્ડિંગની બાલ્કની ધરાશાયી થઈ છે. જોકે રાહતની વાત છે કે, બિલ્ડિંગ નીચે કોઇ ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. નોંધનીય છે કે, આ અગાઉ જુનાગઢમાં જર્જરિત 2 માળનું બિલ્ડીંગ ધરાશાયી થતા બિલ્ડિંગમાં રહેતા લોકો કાટમાળ નીચે દટાઈ જવા પામ્યા હતા. જેમાં 4 લોકોના મોત થયા હતા.
જુનાગઢના અંબિકા ચોકમાં જર્જરિત બિલ્ડિંગની બાલ્કની ધરાશાયી થઈ છે. આ બિલ્ડિંગ નીચે કેટલીક દુકાનો આવેલી છે. જોકે બિલ્ડિંગ નીચે કોઇ ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. મહત્વનું છે કે, અગાઉ પણ બિલ્ડિંગ પડવાની ઘટનામાં 4 લોકોના ભોગ લેવાયા હતા. આ તરફ હવે વારંવાર ધરાશાયી થતી બિલ્ડિંગો સામે તંત્રની કામગીરી પર સવાલ ઊભા થઈ રહ્યા છે.
જૂનાગઢમાં જર્જરિત 2 માળનું બિલ્ડીંગ ધરાશાયી થતા બિલ્ડિંગમાં રહેતા લોકો કાટમાળ નીચે દટાઈ જવા પામ્યા હતા. ત્યારે આ અંગેની જાણ NDRF ની ટીમ તેમજ મહાનગર પાલિકાને થતા પાલિકા દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. ત્યારે કાટમાળમાં દટાઈ જતા કુલ ચાર વ્યક્તિઓનાં મોત નિપજ્યા હતા. વરસાદી માહોલ વચ્ચે જૂનાગઢના કડિયાવાડમાં દુર્ઘટના સર્જાઈ હતી. કડિયાવાડમાં મકાન ધરાશાયી થતાં 4 લોકો કાટમાળ નીચે દટાયા હતા. મકાન ધરાશાયી થતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા છે. મેયર સહિતના પદાધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા છે.
મકાન ધરાશાયી થતાં રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે. NDRFની ટીમ દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે. JCB સહિત સ્થાનિકો પણ રેસ્ક્યુની કામગીરીમાં જોડાયા છે. 108 એમ્બુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી છે. ત્યારે કાટમાળમાં દટાયેલા ચાર લોકોનાં મોત નિપજ્યા હોવાનુ બહાર આવતા અરેરાટી મચી જવા પામી છે.