મહિસાગર જીલ્લામાં આગામી 1 થી 7 ઓગસ્ટ દરમિયાન નારી વંદન ઉત્સવ સપ્તાહની ઉજવણી કરાશે

લુણાવાડા, ગુજરાત સરકાર અને અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલા સશકિતકરણ, સુરક્ષા અને સ્વાસ્થ્ય ના સુત્રને સાર્થક કરવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ તા. 01/08/2023 થી તા. 07/08/2023 સુધી નારી વંદન સપ્તાહની ઉજવણી કરવામાં આવનાર છે.

જીલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્રારા રાજયની મહિલાઓ સામાજીક, આર્થિક, માનસિક અને શારીરીક રીતે સંપન્ન તથા સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે રાજય સરકાર દ્રારા વિવિધ આયોજન હાથ ધરવામાં આવેલ છે. સર્વાંગી વિકાસના મહત્વના પરિબળો, જેવા કે સુરક્ષા, સ્વાવલંબન, કલ્યાણ અને સ્વાસ્થ્ય સહિતના ક્ષેત્રોમાં મહિલાઓ સક્ષમ થાય તે હેતુસર તા. 1 થી 7 ઓગસ્ટ દરમિયાન નારી વંદન ઉત્સવ સપ્તાહ ઉજવણી કરવામાં આવશે.

જે અંતર્ગત મહિસાગર જીલ્લામાં આગામી તા.01/08/2023ના રોજ મહિલા સુરક્ષા દિવસ, તા.02/08/2023ના રોજ બેટી બચાવો, બેટી પઢાવો, તા.03/08/2023ના રોજ મહિલા સ્વાવલંબન દિવસ, તા.04/08/2023ના રોજ મહિલા નેતૃત્વ દિવસ, તા.05/08/2023ના રોજ મહિલા કર્મયોગી દિવસ, તા.06/08/2023ના રોજ મહિલા કલ્યાણ દિવસ, તા.07/08/2023ના રોજ મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી વિવિધ સ્થળોએ કરવામાં આવશે.

જેમાં પોલીસ વિભાગ, શિક્ષણ વિભાગ, સુરક્ષા સેતુ ટીમ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ, ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ, ગ્રામ્ય વિકાસ વિભાગ, રોજગાર અને તાલીમ વિભાગ, જીલ્લા ઉધોગ કેન્દ્ર, શ્રમ અને રોજગાર વિભાગ, સમાજ કલ્યાણ વિભાગ, કૃષિ અને પશુપાલન વિભાગ, આઈ.સી.ડી.એસ. વિભાગ સહિતના વિભાગો સહભાગી થશે.