સી.આર.સી. મોટી બાંડીબારમાં ક્લસ્ટર કક્ષાનો કલા ઉત્સવ યોજવામાં આવ્યો

દાહોદ, મોટી બાંડીબાર પ્રા.શાળા માં બી.આર.સી.કો. ઓ.લીમખેડા ઋષિભાઇના માર્ગદર્શન હેઠળ સી.આર.સી.કક્ષાનો કલાઉત્સવ ઉજવવામાં આવ્યો..જેમાં ક્લસ્ટરની નવ શાળાઓના વિદ્યાર્થીઓએ જુદી જુદી ચાર સ્પર્ધા અંતર્ગત ચિત્ર, બાલ કવિ,સંગીત ગાયન તેમજ વાદન સ્પર્ધામાં ભાગ લીધેલ હતો. સમગ્ર સ્પર્ધાનું આયોજન સી.આર.સી.કો.ઓ.મોટી બાંડીબાર મયંકકુમાર પટેલ દ્વારા તેમજ સ્ટાફ મિત્રોના સહકાર થી કરવામાં આવ્યું. વિજેતા વિદ્યાર્થીઓને ઈનામ તથા પ્રમાણપત્ર વિતરણ કરી, વિજેતા બાળકોનો ઉત્સાહ વધારવામાં આવ્યો. આ ઉપરાંત ભાગ લીધેલ વિદ્યાર્થીને પણ પ્રોત્સાહક ઇનામ આપી ઉત્સાહ વધારવામાં આવ્યો હતો.