ગરબાડાના જેસાવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા RKSK પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું

ગરબાડા, ગરબાડા તાલુકાના જેસાવાડા ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત Adolescent day ની ઉજવણી કરવામાં આવી. જેમાં 10 થી 19 વર્ષમાં થતાં શારીરિક ફેરફાર વિશે સમજણ આપવામાં આવી તથા એનિમિયા, વ્યસન મુક્તિ અને સ્વચ્છતા વિશે આરોગ્ય શિક્ષણ પૂરૂં પાડવામાં આવ્યું તથા પિયર એંજ્યુકેટરને ટી-શર્ટ, સ્કૂલ બેગ, કેપ, નોટ બુક વગેરે વસ્તુનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં મેડિકલ ઓફિસર ડો.નેહા પરમાર, વનબંધુ મેડિકલ ઓફિસર ડો.કિંજલ બારીયા તથા MPHS,MPHW,FHW,CHO તથા આશા બેહનોએ હાજર રહ્યાં હતાં.