અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલમાં આગની ઘટના બાદ અનેક ચર્ચાઓ : પંચમહાલ જીલ્લાની હોસ્પિટલોમાં અગ્નિશામક સાધનોનું તંત્ર દ્વારા ચેકિંગ કરાશે…?

  • નાની-મોટી હોસ્પિટલો તથા દવાખાનાઓમાં નિયમો પ્રમાણે અગ્નિશામકના સાધનો ઉપ્લબ્ધ છે કે, કેમ ?
  • જવાબદાર તંત્ર દ્વારા ઓચિંતા તપાસ કરવામાં આવે તો અનેક ખામીઓ બહાર આવે તેમ છે.
  • હોસ્પિટલોમાં કિંમતી ઉપયોગી અગ્નિશામ સાધનો શોભાના ગાંઠીયા બનીને દિવસોથી ધૂળ ખાઈ રહ્યા છે.
  • ધટના બને તો આગ લાગે ત્યારે કુવો ખોદવા જાય જેવો ધાટ સર્જાય તેમાં બે મત નથી.
  • આથી, તંત્ર અને હોસ્પિટલો માટે સાધનો વપરાશ લાયક બનાવવા જાગે તે જરૂરી.

ગોધરા, બે દિવસ પૂર્વે અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલમાં લાગેલી આગની ધટના બાદ પંચમહાલ જીલ્લાવાસીઓ આવી આગની ધટના ન બને તે માટે વિવિધ સ્થળોએ આવેલી નાની-મોટી હોસ્પિટલો તથા દવાખાનાઓમાં નિયમો પ્રમાણે અગ્નિશામકના સાધનો ઉપ્લબ્ધ છે કે, કેમ તે બાબતે જવાબદાર તંત્ર દ્વારા ઓચિંતા તપાસ કરવામાં આવે તો અનેક ખામીઓ બહાર આવે તેમ છે. મોટાભાગની હોસ્પિટલોમાં આવા ઉપયોગી અગ્નિશામક સાધનો શોભાના ગાંઠીયા બનીને દિવસોથી ધૂળ ખાઈ રહ્યા હોવાથી હોવા ન હોવા બરાબર જોવા મળે છે. જો સંભવિત આકસ્મિક આગની ધટના બને તો આગ લાગે ત્યારે કુવો ખોદવા જાય જેવો ધાટ સર્જાય તેમાં બે મત નથી. આથી, હોસ્પિટલ સંચાલકોએ પણ આવી જરૂરી કાળજી લઈને અગ્નિશામક સાધનો કાર્યરત છે કે કેમ તે અંંગે જાગૃતિ દાખવે તે દર્દીઓના કિંમતી જીવના હિત માટે હિતમાંં છે. આથી, તંત્ર અને હોસ્પિટલો માટે જાગ્યા ત્યારથી સવાર….

સરકાર દ્વારા હોસ્પિટલોને આગ જેવી કે શોર્ટ સર્કિટ જેવી સર્જાતી દુર્ધટનાઓ નિવારવા માટે ચોકકસ પ્રકારના નિયમો બનાવવામાં આવેલા છે. જેમાં ફાયર શેફટીના વિવિધ સાધનો ફરજીયાત ઉપ્લબ્ધતા બનાવવામાં આવેલી છે. તેમ છતાંય કેટલાક તબીબો દ્વારા બેફામપણે નીતિ નિયમોનો આંખ આડા કાન કરીને મનમાની કરવામાં આવી રહ્યાની બુમો ઉઠી છે. ખાસ કરીને ફરી એકવાર અમદાવાદમાંં આવેલી રાજસ્થાન હોસ્પિટલમાં લાગેલી આગની ધટનાને લઈને પંચમહાલ જીલ્લામાં પણ નાની-મોટી હોસ્પિટલોમાંં આકસ્મિક બનાવો અટકે તે માટેના અગ્નિશામક સાધનો અંગે વિવિધ બેદરકારી જોવા મળતી હોવાની લોક બૂમો ઉઠી રહી છે. જો તંત્ર દ્વારા ઓચિંતો દરોડો પાડીને તપાસ કરવામાં આવે તો મોટાભાગે ફાયર સેફટીના સાધનો શોભાના ગાંંઠીયારૂપ ભાસે છે. કેટલાક સ્થળોએ ફાયર સ્પે્રના સાધનો પણ ઉપયોગમાં લઈ શકાય તેવા નથી. કેટલાક સ્થળોએ કાટગ્રસ્ત બનેલા જોવા મળે છે. કેટલાકમાં અગ્નિશામક સાધનો એકસ્પાઈરી ડેટ થયેલ જોવા મળે છે. અથવા તો જ્યારથી ખરીદવામાં આવ્યા બાદ આજદિન સુધી તેનો ઉપયોગમાં લેવામાં ન આવતાં પડયા પડયા ભંગારગ્રસ્ત બનેલા છે. તો કેટલાક સ્થળોએ અણીના સમયે ઉપયોગ કરવાની પધ્ધતિના જાણકાર સ્ટાફ ઉપ્લબ્ધ નથી કાંતો તેઓને પૂરતી તાલીમ આપવામાં આવેલ નથી. વળી, કયાંક નકામો કચરો પણ યોગ્ય રીતે નિકાલ કરવાના બદલે દર્દીઓન પથારીઓ પાસે મૂકી રાખવામાં આવે છે અને નિયમીત સાફ-સફાઈ કરવામાં ન આવતા દિવસો સુધી જોવા મળે છે અને કલર આધારીત ડસ્ટબીનનો ઉપયોગ પણ કરવામાં આવતો ન હોવાનુંં પણ લોકોમાં ચર્ચાઓ ઉઠી છે. આથી સારવાર માટે આવતા દર્દીઓ તથા તેઓના સગાવ્હાલાંના જીવ જોખમમાં ન મૂકાય તે માટે જવાબદાર તંત્ર દ્વારા ઓચિંતા દરોડો પાડીને આવી ક્ષતિઓ વહેલી તકે દુર કરવાના નિયમો અનુસાર પગલા લેવામાં આવે તેમ જીલ્લાવાસીઓ ઈચ્છી રહ્યા છે.

અત્રે નોંધનિય છે કે, ગુજરાતની હોસ્પિટલોમાં આગ લાગવી જેમ કોઈ ક્રમ બની ગયો છે. આ પહેલા પણ આવા અનેક બનાવો બન્યા છે. ત્યારે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી રાજસ્થાન હોસ્પિટલમાં એકાએક આગ લાગતા અફરાતફરી મચી ગઈ. હોસ્પિટલના બેઝમેન્ટ-2માં આગ લાગી હતી. જ્યાં હોસ્પિટલનો ટાયર, ફનચર સહિતનો ભંગાર રાખવામાં આવ્યો હતો. આગ લાગતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો. ચાર કલાકની જહેમત બાદ આગ બુઝાવવામાં સફળતા મળી હતી. આગ લાગતા તકેદારીના ભાગરૂપે દર્દીઓને શિફટ કરવામાં આવ્યા હતા. દર્દીઓને ઓસવાલ ભવન અને આનંદ હોસ્પિટલમાં શિફટ કરવામાં આવ્યા છે. બેઝમેન્ટમાં રહેલા ભંગારના કારણે ધુમાડો વધુ થતા ફાયર બ્રિગેડે આગ બુઝાવવા અત્યાધુનિક સાધનોની મદદ લીધી. હોસ્પિટલમાં આગની ઘટનાને રાજ્ય સરકારે ગંભીરતાથી લીધી છે. આરોગ્યમંત્રી ૠષિકેશ પટેલે કહ્યું કે, જો આ આગની ઘટના પાછળ કોઈની બેદરાકરી હશે તો પગલાં લેવામાં આવશે.