લુણાવાડા, મહિસાગર જિલ્લામાં 1 લાખ લીટર ભુગર્ભ જળ શોષી લેતુ કોનોકાર્પસ વૃક્ષ પર્યાવરણવાદીઓ માટે ચિંતાનુ કારણ બન્યુ છે. એક તરફ ધટતા જતા પાણીના સ્તર ચિંતાનો વિષય બન્યો છે. વારંવાર વરસાદના પાણીને સીધા જમીનમાં ઉતરે તેવા અનેક પ્રયત્નો લોકો દ્વારા થઈ રહ્યા છે. કોનોકાર્પસ નામનુ વૃક્ષ ભુગર્ભ જળને શોષી જળનો ખાસ્સો ધટાડો કરશે.
મહિસાગર જિલ્લા સેવાસદન, જિલ્લા પંચાયત, જિલ્લા પોલીસ વડાની કચેરી, સ્ટેટ માર્ગ અને મકાનની કચેરી સહિત અનેક ખાનગી શાળાઓ અને ખાનગી પ્લોટોમાં હવે કોનોકાર્પસ વૃક્ષનુ સામ્રાજય જોવા મળી રહ્યુ છે. આ વૃક્ષોના સંરક્ષણ માટે કોઈ જ તસ્દી લેવી પડતી નથી. તે ઓછા પાણીથી ઉગતુ પરંતુ ભુગર્ભજળ વધુમાં વધુ શોષણ કરતુ વૃક્ષ લુણાવાડા શહેર માટે એક લાલબત્તી બન્યુ છે. પરંતુ લુણાવાડા નગરપાલિકા સહિત વહીવટી તંત્ર દ્વારા કોનોકાર્પસ વૃક્ષનુ વધુમાં વધુ જતન કેમ કરી રહ્યા છે તે પર્યાવરણ પ્રેમીઓને સમજાતુ નથી. આ વૃક્ષોની જગ્યાએ પર્યાવરણવાદીઓ શહેર સહિત ગામડાઓમાં પીપળો, આંબલી, લીમડો, મહુડો, આસોપાલવ, અર્જુનવૃક્ષ, ગુલમહોર જેવા અનેક વૃક્ષો ઉછેરવાની સલાહ આપી રહ્યા છે. જે વધુ પડતા ઓક્સિજન આપી રહ્યા છે. આ વૃક્ષો વાવવામાં આવતા નથી. તેની વધુ કાળજી લેવી પડે છે. પાણી પીવડાવવુ પડે છે. પશુઓથી તેમને બચાવવા સહિતની પ્રાથમિક કામગીરી વધુ હોય છે. જે કરવાથી બચવા માટે સરકારી કચેરીઓ સહિત અનેક જગ્યાએ કોનોકાર્પસ વૃક્ષો ઉછેરી દીધા છે. તેની જગ્યાએ વધુ ઓક્સિજન આપી શકતા વૃક્ષની વાવણી કરે તેવી પર્યાવરણ પ્રેમીઓની ઉઠવા પામી છે કે જેથી ભુગર્ભ જળનો બચાવ થઈ શકે.