ઝાલોદ, ઝાલોદ તાલુકાના ઢાઢીયા ગામે પત્નિને મરઘાનુ મટન ખાવાનુ મન થયુ હતુ પરંતુ પતિ મરઘાના મટનને બદલે બકરાનુ મટન લઈ આવતા મનમાં લાગી આવતા પત્નિએ ધરના ધાબાના સળિયામાં દોરડું બાંધી ગળેફાંસો ખાઈ આપધાત કરી લેતા ઝાલોદ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી હતી.
ઝાલોદ તાલુકાના ઢાઢીયા ગામના નિશાળ ફળિયામાં રહેતા સંદિપભાઈ રમેશભાઈની 22 વર્ષિય પત્નિ અરવિંદાબેનને મરઘાનુ મટન ખાવાનુ મન થયુ હતુ. પરંતુ તેનો પતિ સંદિપ બજારમાંથી બકરાનુ મટન લઈને આવ્યો હતો. જેથી આ બાબતનુ અરવિંદાબેનને મનમાં લાગી આવતા ધરના ધાબા ઉપર છતના સળિયા સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.આ સંદર્ભે મૃતકના પતિ સંદિપ બારીયાએ ઝાલોદ પોલીસમાં જાણ કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળ વધુ તપાસ હાથ ધરી હતી.