ફતેપુરામાં ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા નાસ્તાની લારીઓ અને હોટલોમાં ચેકિંગ હાથ ધરાઈ

ફતેપુરા, ફતેપુરા નગરમાં ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા નગરમાં નાસ્તાની હોટલો અને નાસ્તાની લારીઓ ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવી હતી. જેમાં વહેલી સવારથી જ ગોધરાથી ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટેસ્ટિંગ વાન સાથે ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ ફતેપુરા ખાતે આવી પહોંચી હતી. અને ફતેપુરા નગરની નાસ્તાની વિવિધ હોટલોમાં અને નાસ્તાની લારીઓ ઉપર ચેકિંગ હાથ ધર્યુ હતુ. આ ટીમ દ્વારા ફતેપુરા નગરમાં વિવિધ હોટલોમાં નાસ્તા તળવાના તેલનુ ટોટલ પોલર કમ્પાઉન્ડ એટલે કે ટી.પી.સી.ટેસ્ટિંગ કરવામાં આવ્યુ હતુ તેમજ મીઠાઈઓમાં પણ કેમિકલ નાંખીને ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને પીવાના પાણીનુ પણ ટેસ્ટિંગ હાથ ધરાયુ હતુ. ફતેપુરા નગરમાં વિવિધ નાની-મોટી 15 જેટલી હોટલોમાં ફ્રુડ વિભાગની ટીમ દ્વારા ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યુ હતુ.