ખાનપુર, ખાનપુરના લવાણા મછાર ફળિયા પાસે રોડની સાઈડ ઉપર બાઈક લઈને ઉભા રહેલા શખ્સને ટ્રકે ટકકર મારતા શખ્સને ગંભીર ઈજાઓ થતાં લુણાવાડા હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નીપજયું હતુ.
ખાનપુર તાલુકાના લવાણા મછાર ફળિયાના હાઈવે પર સાઈડ પર મનીશભાઈ ભયજીભાઈ મછાર બાઈક લઈને ઉભા હતા અને સામેની સાઈડ પર તેમનો ભાઈ દુધના કેન લઈને ઉભો હતો. તે દરમિયાન અજાણ્યા ટ્રક આઈસરના ચાલકે પોતાના કબ્જાની ટ્રકને પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રોડની સાઈડ પર ઉભેલા મનીશભાઈને ટકકર મારતા બાઈક અને મનીશભાઈ રોડની સાઈડ પરના ખાડામાં પડતા ગંભીર ઈજાઓ પહોંચતા 108 મારફતે લુણાવાડા હોસ્પિટલ ખાતે લઈ જતા જયાં તેમનુ મોત નીપજયું હતુ. આ સંબંધે બાકોર પોલીસ મથકે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા પામી હતી.