- રેલવેમાં હોસ્પિટલમાંથી ૪, ઝાયડસ હોસ્પિટલ માંથી ૧૦ એક ડેડબોડી વડોદરા સહિત ૧૯ મૃતકોની લાશ અત્રેના મુક્તિધામમાં અંતિમ સંસ્કાર માટે લાવવામાં આવી હતી
- સરકારી આંકડાઓમાં માત્ર ૧૧ લોકોના મોત દર્શાવતા અનેક તર્ક વિતર્ક વહેતા થયાં
દાહોદ,
દાહોદ શહેર સહિત જિલ્લામાં કોરોનાના કેસો ચરમસીમાએ પહોંચ્યા છે. જેને દાહોદ શહેર સહીત જિલ્લામાં ભયાનક પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે.અને તેમાંય મૃતકોના આંકડાઓ પણ વધતા જોવા મળતા ચોંકાવનારા આંકડાઓ બહાર આવી રહ્યા છે. ત્યારે આજે જાણવા મળ્યા પ્રમાણે દાહોદ શહેરના હિન્દુ મુક્તિધામ ખાતે કુલ ૧૯ લાશોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.જે પૈકી ૧૬ લાશોના કોવીડની ગાઈડ લાઈન મુજબ અંતિમવિધિ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.ત્યારે બીજી તરફ આરોગ્યતંત્ર દ્વારા સત્તાવાર આંકડામાં આજે ૧૧ મૃતકોની સંખ્યા દર્શાવાય છે. આમ જોતા વિતેલા ૪૮ કલાકમાં દાહોદના મુક્તિધામમાં એક દફનવિધિ સહિત ૫૨ લોકોના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જે પૈકી ૩૯ જેટલા મૃતકોના કોવીડની ગાઈડલાઈન મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
દાહોદ શહેર સહિત જિલ્લામાં કોરોના દિનપ્રતિદિન વકરી રહ્યો છે. દાહોદની સરકારી હોસ્પિટલો સહિત ખાનગી હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓનો રાફડો ફાટયો છે.જયારે આજે પણ દાહોદ જિલ્લામાં સરકારી આંકડા મુજબ રેકોર્ડ બ્રેક ૯૮ કોરોનાના દર્દીઓનો ઉમેરો તેમજ ૧૧ લોકોના મોત અંગેના આંકડા દર્શાવવામાં આવ્યા છે. જ્યારે આવી પરિસ્થતિમાં પોતાના સ્વજનો દ્વારા કોરોનાના દર્દીઓને આ દવાખાનેથી પેલા દવાખાને લઈ જતા પણ નજરે પડી રહ્યા છે. કોરોનાની પરિસ્થિતિ અત્યંત ચિંતાજનક હોવાનું પણ તજજ્ઞો દ્વારા કહેવાયું છે.ત્યારે મળતી માહિતી પ્રમાણે દાહોદના હિન્દુ સ્મશાન ગૃહ ખાતે આજે એક જ દિવસમાં ૧૯ લોકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જે પૈકી ૧૬ જેટલાં કોરોનાથી મૃત્યુ પામેલ વ્યક્તિઓના અંતિમ સંસ્કાર સંપૂર્ણ કોરોના ગાઇડલાઇન પ્રમાણે કરવામાં આવ્યા હતા.