ઝાલોદ, ઝાલોદ તાલુકાના રાજપુર ગામે ખુલ્લા મેદાનમાં ધમધમતા જુગારધામ પર ત્રાટકેલી સ્થાનિક પોલીસે 24 હજાર રૂપિયાના મુદ્દામાલ સાથે ત્રણ ગેમ્બલરોને ઝડપી પાડ્યાનું જાણવા મળેલ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર (1) દિવાન રામસિંગભાઈ બારીયા (બાજરવાડા,નવી વસાહત, માળી ફળિયુ), (2) પીન્ટુભાઇ ભલાભાઇ સંગાડા (દેવજીની સરસવાણી) તેમજ રોહિતભાઈ ભાભોર (ખાટવાડા ઝાલોદ) રાજપુર ગામે ખુલ્લા ખેતરમાં ભેગા મળી જુગાર રમી રહ્યા હતા. તે સમયે ઝાલોદ પોલીસે ઓચિંતી તપાસ હાથ ધરતા જુગારીયાઓ નાશી છૂટે તે પહેલા જ ત્રણેય જુગારીઓને ઝડપી પાડ્યા હતા. અને ત્રણેય પાસેથી 10000 રૂપિયાની રોકડ રકમ તેમજ 14,900ની દાવ પર ની રકમ, પાના પત્તાની કેટ મળી કુલ 24,900 નો મુદ્દામાલ મળી આવતા પોલીસે ત્રણેય જુગારીયાઓને ઝડપી જુગારધારા અંતર્ગત ગુનો દાખલ કરી જેલભેગા કર્યા છે.