- દાહોદમાં સૌથી શક્તિશાળી રેલવે એન્જિનનું કામ 2 માસમાં શરૂ.
- 2024ના અંતમાં પ્રથમ એન્જિન તૈયાર કરવાનું હોઇ ધમધમાટ : રેલવેના 1120 કર્મચારીઓને અપગ્રેડ કરવા તાલીમનું શિડ્યુલ તૈયાર.
દાહોદ, દાહોદ શહેરમાં દેશનું સૌથી શક્તિશાળી 9000 હોર્સ પાવરનું પ્રથમ રેલવે એન્જીન 2024ના અંત સુધી તૈયાર કરીને પાટે ચઢાવવાનું હોવાથી જર્મનીની સિમેન્સ મોબોલીટી કંપની દ્વારા હવે તેનું નિર્માન શરૂ કરવાની કામગીરીનો ધમધમાટ શરૂ થયો છે. આ માટે સિમેન્સ કંપની દ્વારા રોલિંગ સ્ટોક કારખાનાના કર્મચારીઓને તાલીમ આપવાનું શરૂ કર્યું છે. 27મી જુલાઈએ દાહોદના ચિફ વર્કશોપ મેનેજર બિનયકુમારના હસ્તે ઉદ્વાટન કરાવીને સિમેન્સ કંપની દ્વારા આર.એસ વિભાગના 30 કર્મચારીઓની પ્રથમ બેચની તાલીમનો પ્રારંભ કરાયો હતો. ટેનિકલ, ઓપરેશનલ અને મેઇન્ટેનન્સ કૌશલ્ય સેટ્સને અપગ્રેડ કરવા 1120 કર્મચારીઓને તબક્કાવાર તાલીમ આપવાનું શિડ્યુલ પણ તૈયાર કરાયુ છે. દાહોદમાં 68 એકરમાં પથરાયેલા રોલિંગ સ્ટોક વર્કશોપને અને સિમેન્સ કંપની દ્વારા 35 એકરમાં પ્રોડક્શન યુનિટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. જોકે, સિમેન્સ કંપનીનું નિર્માણાધિન પ્રોડક્શન યુનિટ ડિસેમ્બર માસ સુધી તૈયાર થાય તેમ છે. ત્યારે ડેડ લાઈન અનુસાર કામગીરી કરવાની હોવાથી રોલિંગ સ્ટોક કારખાનામાં જ એસેમ્બલી યુનિટ નાખીને સિમેન્સ કંપની દ્વારા આગામી બે માસમાં એન્જીનના નિર્માણની કામગીરી શરૂ કરવામાં આવનાર છે. અત્રે ઉલ્લેખનિય છે કે, 26 હજાર કરોડ રૂપિયાના કોન્ટ્રાક્ટની શરત મુજબ સિમેન્સ કંપની આગામી 11 વર્ષમાં દાહોદમાં 7 હજાર હોર્સ પાવરના 1200 એન્જિન બનાવીને રેલવેને આપશે.
સિમેન્સ દ્વારા નિર્માણ પામનાર એન્જિન થી 5000 ટન વજન સાથે પ્રતિ કલાક 120 કિમીની ઝડપે ટ્રેન દોડશે. માલ પરિવહનને બે ગણું કરવાનું રેલવેનું લક્ષ હોવાને કારણે 9000 હોર્સ પાવરના આ એન્જિનનો મહત્તમ ઉપયોગ ગુડસ ટ્રેન માટે કરાશે. સીમેન્સ દ્વારા ડિઝાઇન કરાયેલા લોકોમોટિવની ટોપ સ્પીડ 120 કિમી પ્રતિ કલાક રહેશે. એક વખતમાં તે 5000 ટન ગુડ્સનું લોડિંગ કરી શકાશે. એક અંદાજ મુજબ 5000 ટન માલ 19 ક્લાકમાં દિલ્હીથી મુંબઇ પહોંચી જવો.
દાહોદમાં બનેલા એન્જિનનું વિશાખાપટનમ, રાયપુર, ખડકપૂર, પૂણેમાં મેન્ટેનન્સ થશે
દાહોદમાં નિર્માણ થનારા ઇલેક્ટ્રિક એન્જિનના પૈડીનું કંપની 35 વર્ષ સુધી મેન્ટેનેન્સ કરશે. આ કામ વિશાખાપટ્ટનમ, રાયપુર, ખડગપુર અને પુના ડેપોમાં કરાશે. લોકોમોટિવ બનાવવા અને મેઇન્ટેનન્સની કામગીરી આ કંપની રેલવે કર્મીઓ સાથે મળીને કરશે.
16 જાન્યુ.એ રેલવે અને સિમેન્સ વચ્ચે કરાર થયો
20 એપ્રિલ 2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાૌદમાં એન્જીનના નિર્માણ માટેના વર્કશોપનું ખાતમુર્ત કર્યું હતું. સર્વે અને ટેન્ડરીંગ બાદ16 જાન્યુઆરી 2021નાના રોજ નવી દિલી ખાતે સિમેન્સ મોબિલિટીના જર્મનીના સીઇઓ માઇકલ પીટર, ભારતના એમ. ડી સીઇઓ સુનિલ માથુર, રેલવેના ચેરમેન-સીઇઓ અનિલકુમાર લાહોટી રેલવે બોર્ડના મેમ્બરો અને દાહોદના WM બિનકુમારની હાજરીમાં રેલ્વે અને કંપની વચ્ચે એાન નિર્માયાનું એગ્રીમેન્ટ થયું હતું.