ઝાલોદ, ઝાલોદ તાલુકાના કચલધરા ગામે જમીન સંબંધી બાબતે ચાર જેટલા ઈસમોએ બે વ્યક્તિઓના મકાનોમાં તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધાક ધમકી આપી હોવાનું જાણવા મળેલ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઝાલોદ તાલુકાના રહેવાસી કવિતાબેન રાજેશભાઈ ડામોર ગતરોજ તેમના ઘરે હાજર હતા. તે સમયે તેમના જ ફળિયામાં નજીકમાં રહેતા વીરસીંગ મોતી ડામોર બાબુ વરસીંગ ડામોર, દિનેશ સવલા ડામોર, તેમજ પપ્પુ કાળીયા ડામોર રાજેશભાઈ ના ઘરે આવી તમારા માણસો કેમ દેખાતા નથી તેઓ અમારી જમીન પચાવી પાડી છ.ે તમારા ઘરે રહેવા દેવાના નથી. તેમ કહેતા તેમના જ કુટુંબી રાહુલે રાજેશભાઈ ને ફોન કરતા તે દરમિયાન મોબાઇલમાં બેટરી સળગતા ઉપરોક્ત ચારે વ્યક્તિઓએ તમે અમારો રેકોર્ડિંગ કરો છો તેમ કહી મારવા દોડતા વચ્ચે તેમના જ કુટુંબી રાધિકાબેન જગદીશભાઈ ડામોર આવી જતા પપ્પુભાઈ ડામોરે તેમના હાથમાંની લાકડી રાધિકા બહેનના પગના ભાગે મારી નજીકમાં સુભાષભાઈ ડામોરના મકાનની બારીઓ લાકડીઓ વડે તોડી નાખી હતી અને ત્યારબાદ ઉપરોક્ત ચારેય ઈસમોએ રાજેશભાઈ ડામોરના મકાનના નળિયાઓમાં તોડફોડ કરી તેઓને જાનથી મારી નાખવાની ધાક ધમકી આપી નાસી છૂટ્યા હતા.
ઉપરોક્ત બનાવો સંદર્ભે કચલ ધારા ગામના કવિતાબેન રાજેશભાઈ ડામોરે સાકરીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ચાકલિયા પોલીસે ઉપરોક્ત ચારેય ઇસમો સામે ગુનો દાખલ કરી આગળની તજવીજ હાથ ધરી છે.